Western Times News

Gujarati News

મોદી સરકારમાં રેકોર્ડ સંખ્યામાં મહિલા રાજયપાલ નિયુકત કરાયા

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનું નામ એક અનોખા રેકોર્ડમાં સામેલ થયું છે. તેમના નેતૃત્વમાં વિવિધ રાજયોમાં અત્યાર સુધી સૌથી વધુ સંખ્યામાં મહિલાઓને રાજયપાલ બનાવવામાં આવ્યા છે. ૨૦૧૪થી જયારથી ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન સત્તામાં આવી છે ત્યારથી આઠ મહિલા રાજયપાલ અને ઉપરાજયપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.આ વડાપ્રધાનની નારી શક્તિને વધુમાં વધુ અધિકાર આપવાના સંકલ્પના અનુરૂપ છે. જે મહિલાઓના ખભા પર આ જવાબદારી નાખવામાં આવી છે તેમાં મુદુલા સિન્હા,દ્રૌપદી મુર્મૂ નજમા હેપતુલ્લા આનંદીબેન પટેલ બે બી રાની મૌર્ય અનુસુઇયા ઉઇકે તમિલિસાઇ સુંદરરાજન અને કિરણ બેદીના નામ છે. આ મહિલા રાજયપાલ સમાજના અલગ અલગ વર્ગોમાંથી છે.

મુર્મૂ એક વરિષ્ઠ જનજાતીય સામુદાયિક નેતા છે તો નજમા હેપતુલ્લા મુસ્લિમ સમાજથી છે મૌર્ય અનુસૂચિત જાતિથી સમ્માનિત નેતા છે તો ઉઇકે અનુસૂચિત જનજાતિથી છે સૌદર્યરાજન ઓ બીસી નેતા છે. મોદી સરકાર દ્વારા નિયુકત કરવામાં આવેલ આઠમાંથી પાંચ મહિલા રાજયપાલ અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ ઓબીસી ને લધુમતિ સમુદાયથી છે.
એ યાદ રહે કે ૧૯૮૦માં મોરારજી દેસાઇ સરકારે શારદા મુખર્જી અને જયોતિ વેંટકચલમને રાજયપાલ નિયુકત કર્યા હતાં

જયારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ રાજીવ ગાંધીએ કુમુદબેન જાેશી, રામદુલારી સિન્હા અને સરલા ગ્રેવાલને આ પદ પર બેસાડયા હતાં.વી પી સિંહ સરકારમાં ચંદ્રાવતીને રાજયપાલ બનાવવામાં આવ્યા હતાં. કોંગ્રેસના નેતા અને તે સમયના વડાપ્રધાન નરસિમ્હા રાવે શીલા કૌલ અને રાજેન્દ્રકુમારી બાજપાઇની રાજયપાલ તરીકે નિયુક્તિ કરી હતી ૧૯૯૬ અને ૧૯૯૭ની વચ્ચે એચ ડી દેવગૌડા સરકારે ફાતિમા બીબીને રાજયપાલ બનાવ્યા હતાં વડાપ્રધાન ઇદ્રકુમાર ગુજરાલે વી એસ રમાદેવીને આ પદ સોંપ્યુ હતું ભાજપ નેતા અને તે સમયના વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇએ પોતાના કાર્યકાળમાં રજની રાયને રાજયપાલ બનાવ્યા હતાં.

ગત સરકારોમાં પણ હિલાઓને રાજયપાલ બનાવવામાં આવતા હતાં પરંતુ તેની સંખ્યા ઓછી રહી છે પહેલીવાર જવાહર લાલ નહેરૂની સરકારમાં સરોજિની નાયડુ,પદ્મજા નાયડુ અને વિજય લક્ષ્મી પંડિત(નહેરૂની સગી બેન) ને રાજયપાલ બનાવવામાં આવ્યા હતાં. વડાપ્રધાન મનમોહનસિંહની યુપીએ સરકારમાં પ્રતિભા પાટિલ,પ્રભા રાવ માગ્રેટ અલ્વા, કમલા બેનીવાલ ઉર્મિલા સિંહ અને શીલા દીક્ષિતને રાજયપાલ પદની જવાબદારી સોંપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.