Western Times News

Gujarati News

પૂનમ સાથે મારઝૂડનાં આરોપ વચ્ચે પતિએ તસવીર શેર કરી

મુંબઈ: એક્ટ્રેસ પૂનમ પાંડે કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. વિવાદથી ઘેરાયેલી પૂનમે લગ્નનાં ૨૧ દિવસમાં તેનાં લગ્ન તોડી નાંખવાની વાત કરી હતી. હજુ આ વાતને ગણતરીનાં દિવસ થયા છે.

ત્યાં હવે તેનાં પતિ સેમ બોમ્બેએ તેનો અને પૂનમ પાંડેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પૂનમે સેમ પર આરોપ લગાવ્યો હતો કે, સેમ તેની સાથે મારઝૂડ કરે છે અને તેનાં વીડિયો વેંચીને કમાણી કરે છે. પણ હવે સેમ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીર પર લોકો કમેન્ટ કરીને પૂછી રહ્યાં છે કે, શું તમારા વચ્ચે બધુ ઠીક છે ને. આપને જણાવી દઇએ કે, સેમે તેનો અને પૂનમનો જે ફોટો શેર કર્યો છે તેમાં કોઇ જ કેપ્શન લખી નથી. આ પહેલાં પૂનમે તેનાં લગ્ન તોડવાની જાહેરાત કરી હતી.

સાથે જ પતિ પર મારઝૂડનો આરોપ લગાવ્યો હતો અને તેનાં વિરુદ્ધ એફઆઈર પણ નોંધાવી હતી. ત્યારે હવે આ કહાનીમાં ટિ્‌વસ્ટ જોવા મળી રહ્યું છે જ્યારે પતિ સેમ બોમ્બેએ તેનો અને પૂનમનો લગ્નનો ફોટો શેર કર્યો છે. પૂનમ પાંડેનાં લગ્ન સમયની આ તસવીરો પૂનમ અને સેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. પૂનમ પાંડે હનિમૂન ઉપર જઇ રહી હતી ત્યારે મુંબઇ એરપોર્ટ પર શેર કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.