પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મોતની તપાસ માટે સુપ્રીમમાં અરજી કરાઇ
ચેન્નાઇ: તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મોતનો મામલો એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. જયલલિતાના મોતની તપાસની માંગને લઇ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.એઆઇએડીએમકેના સુપ્રીમો રહેલ જયલલિતાના રાજકીય હરીફ ડીએમકે તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની સારવારની પ્રક્રિયાની તપાસ ફરીથી શરૂ કરવાની અરજી દાખલ કરવામાં આવી છે અને સુનાવણીની વિનંતી કરવામાં આવી છે જયલલિતાના નિધન બાદ તેમના ઉત્તરાધિકારીઓ અને ઓલ ઇન્ડિયા અન્ના ડીએમકે સરકારે નિવૃત ન્યાયમૂર્તિ અરૂમુગસ્વામીના નેતૃત્વમાં ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ તપાસ પંચની રચના કી હતી.
લગભગ પોણા બે વર્ષ બાદ એપોલો હોસ્પિટલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને પંચ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો ૨૬ એપ્રિલ ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટે સંબંધિત હોસ્પિટલની અરજી પર પંચની કાર્યવાહી પર રોક લગાવી હતી હોસ્પિટલે સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી કે સત્તારૂઢ પક્ષના દબાણ પર પંચ તેમના પ્રત્યે દુરાગ્રહ અને એકતરફી પક્ષપાતથી ગ્રસ્ત હોવાનું કામ કરી રહ્યું છે કારણ કે પંચ તરફથી જે પણ કહેવામાં આવી રહ્યું છે તેનાથી એ લાગે છે કે તપાસ પુરી થતા પહેલા જ પંચે મન બનાવી ચુકયુ છે.
સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ અબ્દુલ નજીર અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારીએ આ મામલાની સુનાવણી કરતા પહેલા પંચની કાર્યવાહી પર રોક લગાવ્યો હતો સુપ્રીમ કોર્ટમાં હવે લગાવવામાં આવેલ નવી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ તેમાં તમિલનાડુની વર્તમાન સરકારનો પક્ષ પણ સાંભળે અને તપાસ આગળ વધારવામાં આવે ં