Western Times News

Gujarati News

પેટલાદ પંથકમાં ૬૩૦ વીજપોલ ધરાશાયી-૩૦ ગામોમાં હજીપણ અંધારપટ

જ્યારે ૧૭ સબસ્ટેશન અને ૧૧૩ ફિડર આવેલ છે-ચારેય તાલુકાના 150 ગામોમાં વિજળી પુરવઠો ચાલુ

પેટલાદ , પેટલાદ ખાતે એમજીવીસીએલ ની વિભાગીય કચેરી આવેલ છે. જેના તાબા હેઠળ પેટલાદ, ખંભાત, તારાપુર અને સોજીત્રા તાલુકાઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે પેટલાદ પંથકમાં ભારે તારાજી સર્જાઈ છે. આ વાવાઝોડાને લીધે એમજીવીસીએલના ૬૩૦ જેટલા વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા છે.

જ્યારે આ ચારેય તાલુકાના ૧૮૦ પૈકી ૩૦ ગામડાઓમાં હજી પણ અંધારપટ છવાયેલ છે. જાે કે એમજીવીસીએલની જૂદીજૂદી ટીમો યુદ્ધના ધોરણે કાર્યરત હોવાને લીધે આગામી બે દિવસમાં તમામ વીજ પુરવઠો પુનઃ કાયાર્ન્વિત થવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ એમજીવીસીએલની પેટલાદ વિભાગીય કચેરી હેઠળ ચાર તાલુકાઓનો સમાવેશ થાય છે.

આ ચાર તાલુકાના ૧૮૦ જેટલા ગામડાઓ છે. જ્યા રહેઠાણ અને ખેતિવિષયક વીજ જાેંડાણ કાર્યરત છે. આ વિભાગીય કચેરીના તાબા હેઠળ ૭ સબ ડિવિઝન આવેલ છે. જેમા પેટલાદ ટાઉન, પેટલાદ ગ્રામ્ય, ખંભાત ટાઉન, ખંભાત ગ્રામ્ય, તારાપુર, સોજીત્રા અને ઉંદેલ સબડિવિઝનનો સમાવેશ થાય છે.

જ્યારે ૧૭ સબસ્ટેશન અને ૧૧૩ ફિડર આવેલ છે. તાજેતરમાં પેટલાદ પંથકમાં આવેલ તાઉતે વાવાઝોડાને કારણે થયેલ ભારે નુકશાન સંદર્ભે વિસતૃત માહિતી આપતા કાર્યપાલક ઈજનેર ટી એસ વ્યાસે જણાવ્યું હતુ કે પવન અને વરસાદ સાથે ધસી આવેલ વાવાઝોડાને કારણે પેટલાદ વિભાગીય વિસ્તારમાં ૬૩૦ જેટલા વીજપોલ ધરાશાયી થયેલ છે.

જેના કારણે ૧૮ થી વધુ ડીપી ડેમેજ થયેલ છે. ઉપરાંત આ વિભાગીય વિસ્તારના ૧૮૦ ગામડાઓનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જે પૈકી અત્યાર સુધી ૧૧ર ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત થઈ ગયેલ છે. આજરોજ વધુ ૪૦ જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃ કાયાર્ન્વિત થશે.

બાકીના ૩૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસમાં વીજ પુરવઠો ચાલુ થઈ શકે તેમ છે. ખેતી વિષયક જાેડાણો સંદર્ભે કહ્યું હતુ કે ૧૧૩ પૈકી ૪૯ ફિડર ખેતિવિષયક છે. પરંતુ ખેતરોમાં વૃક્ષો પડી જવાની ઘટનાનું પ્રમાણ વધુ હોવાને કારણે આવા વિજ કનેક્શન બાદમાં ચાલુ કરવામાં આવશે.

હાલ ગામડાના રહેણાંક વિસ્તારોમાં આવેલ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવાની કામગીરીને પ્રાથમિક્તા આપવામાં આવી છે. જેના માટે એમજીવીસીએલ અને કોન્ટ્રાક્ટ હેઠળની ટીમો એન્જીનિયરો સહિત કાર્યરત છે. ઉપરાંત બહારથી પંદર જેટલી ટીમો આજરોજ સાંજ સુધીમાં આવનાર છે, જેઓની કામગીરી આવતી કાલથી શરૂ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે વાવાઝોડાથી અત્યંત પ્રભાવિત એવા ખંભાત તાલુકાના વાડોલા, નવાગામ વાંટા, નગરા, તામસા, હસનપુર, ગુડેલ, વડગામ, પાંદડ સહિત પંથકના ૩૦ ગામોમાં હજીપણ અંધારપટ છવાયેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.