પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાને આખરે કોર્ટે જામીન આપ્યા
મુંબઈ, પોર્નોગ્રાફી કેસમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને જામીન મળી ગયા છે. મેજિસ્ટ્રેટ કોર્ટે ૫૦ હજાર રૂપિયાના બોન્ડ પર રાજ કુંદ્રાને જામીન આપ્યા. રાજ કુંદ્રા પર અશ્લીલ કન્ટેન્ટ બનાવવાનો અને તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો આરોપ છે. ૧૯ જુલાઈએ પૂછપરછ પછી રાજ કુંદ્રાની ધરપકડ કરાઈ હતી. રાજ ઉપરાંત ઘણા અન્ય લોકોની પણ પોલીસે ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે ફેબ્રુઆરી ૨૦૨૧માં કેસ દાખલ કરાયો હતો. તે પછીથી પોલીસે આ કેસની તપાસમાં લાગી ગઈ હતી.
આ કેસમાં પહેલા એક વ્હોટ્સએપ ગ્રુપની ચેટ સામે આવી હતી. આ ગ્રુપનું નામ એચ અકાઉન્ટસ હતું. ગ્રુપ એડમિન રાજ કુંદ્રા હતો. રિપોર્ટસ મુજબ, આ ગ્રુપમાં મોડલ્સના પેમેન્ટથી લઈને રેવન્યુ સુધીની વાતચીત થતી હતી.
રાજ કુંદ્રા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનું નિવેનદ પણ લીધું હતું. શિલ્પા શેટ્ટીએ આર્મ્સપ્રાઈમ મીડિયા કંપનીના કામ વિશે જણાવ્યું હતું. તેના કહેવા મુજબ, આ કંપની શોર્ટ વિડીયોઝ બનાવતી હતી. જેમાં એક્ટ્રેસ પોતાની મરજીથી એક્સપોઝ કરતી હતી. શિલ્પાએ કહ્યું હતું કે, હું મારા કામમાં બિઝી હતી અને હું મારા પતિને એ પૂછતી ન હતી કે તે શું કરે છે. તે મને પોતાના કામ વિશે કંઈપણ જણાવતા ન હતા. મને આ અંગે કંઈ જાણ નથી.SSS