પ્રદીપ કાબરા માતાની દિવસ-રાત સેવા કરે છે
મુંબઈ, બોલિવૂડ ફિલ્મોમાં વિલનના રોલમાં જાેવા મળતો એક્ટર પ્રદીપ કાબરા રિયલ લાઈફમાં હીરો તરીકે જાેવા મળ્યો છે. ‘સાહો’, ‘ટોટલ ધમાલ’, ‘સિમ્બા’, ‘વીરે દી વેડિંગ’, ‘દિલવાલે’, ‘બેંગ બેંગ’, ‘દબંગ ૨’, ‘દિલ્હી બેલી’, ‘સૂર્યવંશી’ જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલો પ્રદીપ કાબરા રિયલ હીરો સાબિત થયો છે.
બોલિવૂડ સહિત તમિલ ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલો એક્ટર પ્રદીપ કાબરા વિલનના રોલ તરીકે પોપ્યુલર છે. પરંતુ, પ્રદીપ કાબરાએ રિયલ લાઈફમાં હીરો જેવું કામ કરી દેખાડ્યું છે. વાત જાણે એમ છે કે પ્રદીપ કાબરા સોશિયલ મીડિયાથી દૂર અને માતાની સેવામાં વ્યસ્ત રહે છે.
આજથી ૧૦ વર્ષ પહેલા પ્રદીપ કાબરાની માતાને પેરાલિસિસનો એટેક આવ્યો હતો. ત્યારથી પ્રદીપ કાબરાએ હાર માની નહીં અને સતત એવા પ્રયાસ કરી રહ્યો છે કે તેની માતા નોર્મલ થઈ જાય. મળતી માહિતી મુજબ, પ્રદીપ કાબરા દરરોજ તેની માતાને પીઠ પર બેસાડીને દરિયા કિનારે લઈ જાય છે. તે માતાના થેરાપી સેશન પર પણ ખૂબ મહેનત કરે છે. એક્ટર પ્રદીપ કાબરાનો આ વિડીયો કોઈપણ દીકરા માટે શાનદાર ઉદાહરણ સમાન છે.
જે જાેતાં લોકોને સારી શીખ મળે છે. અહીં નોંધનીય છે કે ફિલ્મોમાં વિલનના રોલ તરીકે પોપ્યુલર એક્ટર પ્રદીપ કાબરા લાઈમલાઈટથી દૂર રહે છે. નિર્માતા-નિર્દેશક રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ જે કોરોના સમયગાળા દરમિયાન ૧૯ મહિના સુધી અટકી રહી હતી, આખરે સિનેમાઘરોમાં આવી ગઈ છે.
નિર્માતા-નિર્દેશક રોહિત શેટ્ટીએ ફિલ્મને થિયેટરોમાં લાવવા માટે લગભગ બે વર્ષ સુધી રાહ જાેઈ અને ફિલ્મ જાેયા પછી એવું કહેવું ખોટું નહીં હોય કે થિયેટરમાં રિલીઝ માટે આટલી લાંબી રાહ જાેવાનો તેમનો ર્નિણય યોગ્ય હતો. ફિલ્મ ‘સિંઘમ’ અને ‘સિમ્બા’ની સુપર સફળતા પછી રોહિત શેટ્ટીનો પોલીસ પ્રત્યેનો પ્રેમ વધ્યો જેના પરિણામે અક્ષય કુમારને આતંકવાદ વિરોધી ટુકડીના વડા સૂર્યવંશી તરીકે લાવવામાં આવ્યો. ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી સંપૂર્ણરીતે મસાલા મનોરંજન ફિલ્મ છે.SSS