પ્રાણીઓ માટે કામ કરતી NGOને જાેને જિપ્સી આપી
મુંબઈ: બોલીવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમને બાઇક અને કારનો ખૂબ જ શોખ છે. તેની પાસે અનેક મોંઘી કાર અને બાઇકનો સંગ્રહ છે. જેમાંથી જિપ્સી કાર તેની પ્રિય છે. તાજેતરમાં જ જ્હોન અબ્રાહમે તેની મારુતિ સુઝુકી જિપ્સીને પ્રાણીઓ માટે કામ કરતી એક એનજીઓને દાનમાં આપી દીધી. એનજીઓએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ માહિતી આપી હતી.
તેમના કહેવા મુજબ જ્હોન અબ્રાહમે મારુતિ જિપ્સીને પ્રાણીઓ માટે દાનમાં આપી છે. તેણે એનિમલ મેટર ટૂ મી (એએમટીએમ)ને જિપ્સી આપી. એનજીઓ આ જિપ્સીનો ઉપયોગ મહારાષ્ટ્રના કોલાડમાં પ્રાણીઓ માટે બનાવેલી સેંચુરીમાં કરશે. તબીબી સામગ્રી અને બચાવ કામગીરીમાં આ જિપ્સીનો ઉપયોગ કરવામાં આવશે. જ્હોનના આ ઉમદા કાર્ય પર લોકોએ તેમના અભિપ્રાય આપ્યા છે. તેમણે કહ્યું કે તેને આ કામ ખૂબ ગમ્યું. ખરેખર જ્હોન એક મોટા હૃદયવાળો માણસ છે અને આગળ પણ આવા કામ કરતા રહે તે માટે અમે શુભેચ્છા આપવા માંગીએ છીએ.