Western Times News

Gujarati News

ફરાહ ખાન ગીતા કપૂરને પોતાનું પહેલું બાળક માને છે

મુંબઈ: ઈન્ડિયા બેસ્ટ ડાન્સરની સ્પર્ધા દિવસેને દિવસે કપરી થઈ રહી છે. શોની ટ્રોફી પોતાના નામે કરવા માટે કન્ટેસ્ટન્ટ્‌સ તનતોડ મહેનત કરી રહ્યા છે. આ વીકએન્ડના સેટ પર કોરિયોગ્રાફર ફરાહ ખાન મહેમાન બનીને આવવાની છે. આ એપિસોડ રોમાન્સ સ્પેશિયલ હશે. મલ્ટી-ટેલેન્ટેડ ડિરેક્ટર ફરાહ તેના પોપ્યુલર સોન્ગ પર કન્ટેસ્ટન્ટ્‌સને ડાન્સ કરતાં જોઈને ખુશ થતી જોવા મળશે. શો દરમિયાન કન્ટેસ્ટન્ટ તેને સ્પેશિયલ ટ્રિબ્યૂટ આપતા પણ જોવા મળશે.

એક બાદ એક આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ બાદ કન્ટેસ્ટન્ટ્‌સ અને કોરિયોગ્રાફર્સ ફરાહ ખાન અને ગીતા કપૂરના ૨૯ વર્ષના યુનિક બોન્ડને પણ પર્ફોર્મન્સ ડેડિકેટ કરશે. તેઓ ફરાહ ખાને કોરિયોગ્રાફર કરેલા સોન્ગ પર ડાન્સ કરશે અને બેકગ્રાઉન્ડમાં જૂની તસવીરો પણ જોવા મળશે. તસવીરો જોઈને ગીતા કપૂર ભાવુક થતી જોવા મળશે. શો દરમિયાન તેણે ભીની આંખે કહ્યું કે, ‘હું જ્યારે ૧૬ વર્ષની હતી

ત્યારે ફરાહ ખાન પાસે ગઈ હતી અને આજે હું ૪૭ વર્ષની થઈ ગઈ છું. પરંતુ તેઓ હજુ પણ મારી સાથે ૧૬ વર્ષની હોય તેવું વર્તન કરે છે. શરુઆતના દિવસોમાં તેમણે મને પોતાની તસવીરોમાંથી એક તસવીર ગિફ્ટમાં આપી હતી. જેના પર તેણે લખ્યું હતું કે, ‘ટુ માય લાઈવવાયર ડાન્સર, વિથ મેટરનલ લવ, ફરાહ ખાન’. તેમણે આ વચન આજ સુધી નિભાવ્યું છે. હું તેમની પ્રશંસા કરતી વખતે અવાક થઈ જાઉ છું.

હું તેમને તેમના ત્રણ બાળકો સિવાય કોઈની સાથે શેર કરી શકતી નથી. તેમના જેવા ગુરુ મળ્યા તે વાતની ખુશી છે, જેઓ તમને સ્વતંત્રતા આપે છે અને બદલામાં કંઈ માગતા નથી. મારી ટીમ અને ક્રૂ સાથે પ્રામાણિક રહેતા તેમણે શીખવ્યું. હું તેમની પાસેથી ઘણું બધું શીખી છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.