ફિલ્મ મિર્ઝાપુર ૨નું ધમાકેદાર ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું
મુંબઈ: એમેઝોન પ્રાઇમ વીડિયોનાં સૌથી ચર્ચિત વેબ સીરીઝ મિર્ઝાપુરનાં બીજા સિઝન કે સીઝન ૨નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. દુનિયાભરનાં પ્રશંસકોએ ટ્રેલરનાં રિલીઝની રાહ જોવાઇ રહી હતી. વેબ સીરિઝ મિર્ઝાપુરની સિઝન ૨ પંકજ ત્રિપાઠીને કાલીન ભૈયા, અલી ફઝલને ગુડ્ડુનાં રૂપમાં, દિવ્યેદુ શર્માને મુન્ના ભૈયાનાં રુપમાં અને શ્વેતા ત્રિપાઠીને ગોલૂનાં રૂપમાં દર્શાવવામાં આવી છે. આ કિરદારને ફરી એક વખત બીજી સિઝનમાં ભોકાલ મચાવી દીધી છે તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યાં છે. ટ્રેલરની વાત કરીએ તો શરૂઆતમાં કાલીન ભૈયા તેમનાં ફેમસ ડાયલોગ કહેતાં સંભળાય છે. ‘જો આયા હૈ વો જાયેગા ભી. લેકિન મરજી હમારી હોગી..
‘ ટ્રોલર જોઇને લાગે છે કે, મિર્ઝાપુર-૨ થ્રિલ, સસ્પેન્સ, એક્સનઅને ડ્રામાથી ભરપૂર હશે. વેબ સીરિઝ ૨૩ ઓક્ટોબર ૨૦૨૦નાં એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. ટ્રેલરનાં રિલીઝ થવાનાં ૫ મિનિટની અંદર જ તેને લાખો વ્યૂઝ મળી ગયા છે. મિર્ઝાપુર વેબ સીરિઝનું ટ્રેલર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. ફેન્સમાં તેનો ભારે ઉત્સાહ અને રોમાન્ચ જોવા મળી રહ્યો છે. મિર્ઝાપુરનું નિર્દેશન ગુરમીત સિંહ અને મિહિર દેસાઇ દ્વારા કરવામાં આવ્યું છે.
જેને પુનીત કૃષ્ણા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરનાં બેનર એક્સેલ એન્ટરટેઇનમેન્ટ હેઠળ આ વેબસિરીઝનું પ્રોડક્શન થયું છે. આપને જણાવી દઇએ કે, ‘મિર્ઝાપુર’નું પહેલાં સિઝનમાં બે ભાઇઓ અને એક ગેંગસ્ટરની કહાની હતી. જે વર્ષ ૨૦૧૮માં આવી હતી અને તેને લોકોએ ખુબ પસંદ કરી હતી.
જેમાં લીડિંગ ગેગ્સની વચ્ચે તનાતની, મારકાટ અને લોહી લુહાણથી ભરેલી હતી. જે જનતાને પસંદ આવી હતી. શોમાં એક્ટર પંકજ ત્રિપાઠી, વિક્રમ મેસી, અલી ફઝલ અને શ્વેતા ત્રિપાઠી લિડ રોલમાં હતાં. મિર્ઝાપુર ઓટીટી પ્લેટર્ફ્મની તે સીરિઝ હતી જેની ચર્ચા ગત બે વર્ષમાં સૌથી વધુ થઇ હતી. ટ્રેલરની શરૂઆત કાલીન ભૈયા તેમનાં ફેમસ ડાયલોગ કહેતાં સંભળાય છે. ‘જો આયા હૈ વો જાયેગા ભી.. લેકિન મરજી હમારી હોગી.