ફોજદારી બારમાં પ્રમુખ પદ માટે કાંટાની ટક્કર વચ્ચે મતોના ધ્રુવીકરણની રાજનીતિમાં પરિવર્તન સર્જાશે કે અટકશે?!

ફોજદારી બારમાં પ્રમુખ પદ ઉપર હસમુખભાઈ ચાવડા અને ભરતભાઈ શાહ વચ્ચે કાંટાની ટક્કર વચ્ચે મતોના ધ્રુવીકરણની રાજનીતિમાં પરિવર્તન સર્જાશે કે અટકશે?!
તસવીર અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ન્યાય સંકુલની છે અને ત્યાં ફોજદારી કોર્ટ બાર એસોસિયેશન ની ચૂંટણી માં રસાકસીભર્યો જંગ જામ્યો છે! આ અભૂતપૂર્વ ચૂંટણીજંગ ક્રાંતિની મહાન પહેલ બની રહેશે કે જૂની પરંપરા ચાલુ રહેશે એ જાેવાનું છે ડાબી બાજુની તસવીર પ્રમુખપદના ઉમેદવાર શ્રી હસમુખભાઈ ચાવડાની છે
તેઓને અનેક સિનિયર વકીલ અગ્રણીઓનો ટેકો છે પણ સિનિયર વકીલો ખાલી ટેકો જાહેર કરી બેસી રહેશે તે સક્રિય ભૂમિકા પ્રદાન નહીં કરે તો શ્રી હસમુખભાઈ ચાવડા માટે કપરા ચઢાણ સર્જાશે! અને ફોજદારી બારમાં સંપૂર્ણ ક્રાંતિ સાથેના પરિવર્તનો ધનુષટંકાર ફારસ બની જશે!
પરંતુ અત્યારે શ્રી અનિલભાઇ કેટલા મુસ્લિમ મતદારો તોડવા એડીચોટીનું જાેર લગાવી કમર કસી છે તથા સમાજના મંત્રી શ્રી ભરતભાઈ શાહ ને જીતાડવા કામે લાગી ગયા છે બીજી તસવીર શ્રી ભરતભાઈ શાહની છે જે પ્રમુખપદના ઉમેદવાર છે અને તેઓ ના ટેકેદારો શ્રી ભરતભાઈ શાહ ને જીતાડવા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે
બીજી તરફ ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી અનિલભાઈ કેલ્લા જેવા ચૂંટણીના ચાણક્યનો ભરતભાઇ શાહ ને ટેકો છે તેમજ ભાજપ સમરસ જુથ ના શ્રી અનિલભાઈ કેલ્લા મુસ્લિમ મતદારો ના મતો મેળવવા એડીચોટી નું જાેર લગાવી રહ્યા છે! તે જાેતા શ્રી ભરતભાઈ શાહનું ચુટણી ચિત્ર મજબૂત થતું હોવાનું જણાય છે
આવા સંજાેગોમાં પ્રમુખ પદ ના ઉમેદવાર હસમુખ ચાવડા માટે તેમના ટેકેદારોએ ઢીલા પડશે અને જુનિયર વકીલોએ ખાસ સમજદારી પૂર્વક મતદાન નહીં કરે તો ફોજદારી બાર માં કાંતિ અટકી જશે અને વારવાર ઉમેદવારી કરતાં ભરતભાઇ શાહ ચુટણી જીતી જશે?!
જમણી બાજુની તસવીર સેક્રેટરી પદના ઉમેદવાર શ્રી અશ્વિનભાઈ પટેલ ની છે શ્રી અશ્વિનભાઈ પટેલ માટે જીતની તક સરળ હોવાનું મનાય છે કારણ કે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ઉપરાંત તેમનું વોટ્સએપ ગ્રુપ મોટું છે એટલે તેઓનું પ્રચાર યુદ્ધ પુરબહાર માં ચાલે છે શ્રી અશ્વિનભાઈ પટેલ સામે શ્રી આકાશ અને ગૌતમ મકવાણા વચ્ચે ત્રિપાંખિયો જંગ છે પરંતુ અશ્વિન પટેલનું પલ્લું ભારે છે
(તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
‘લોકોનો અંકુશ હોય તો જ સરકાર સારી રીતે ચાલી શકે છે’! – થોમસ જેફરસને
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કર્યું છે કે ‘‘લોકો નો અંકુશ હોય તો જ સરકાર સારી રીતે ચાલી શકે છે”!! જ્યારે અમેરિકાના ૨૩માં પ્રમુખ એડલાઇન સ્ટીવનસે કહ્યું છે કે ‘‘લોકશાહી ને બચાવવા કોઈ સુપરમેન નહીં આવે એ બચશે નાના નાના લોકોના પૂર્ણ સમર્પણ થી, એમની સારપથી”!! ફોજદારી કોર્ટ બારની ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો ડોર ટુ ડોર સંપર્ક માં લાગી ગયા છે ત્યારે ફોજદારી બારના જાગૃત મતદારો એ બારને કથિત સ્થાપિત હિતો થી બચાવવા મતદાન નહીં કરે તો ‘ચેમ્બર પ્રેક્ટિસ’ જુનીયસ વકીલોને સૌથી વધુ નુકસાન કરશે.