Western Times News

Gujarati News

ગુજરાત: કોંગ્રેસ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનો આવિષ્કાર થયો?!

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા નિયુક્ત પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના પદગ્રહણ સમારોહમાં પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ અને જાેમનો આવિષ્કાર થયો?!

તસવીર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કચેરીની છે જ્યાં નવા નિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર નો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાતના ખૂણે, ખૂણેથી કોંગ્રેસ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં ભાજપના શાસનમાં વકરેલી મોંઘવારી ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કરાયા હતા

અને લોકોની વેદનાને વાચા આપવા અદભુત સંવેદના સાથે મુદ્દા રજુ કરાતા કોંગ્રેસના કાર્યકરોમાં જાેમ અને જુસ્સો જાેવા મળતો હતો તેની આ બોલતી તસ્વીરો છે ડાબી બાજુની તસ્વીરમાં નવા નિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર નું અદભુત અને ભાવનાત્મક અભિવાદન કરાયું હતું. બીજી તસવીર માં અદભૂત અભિવાદન બાદ શ્રી જગદીશભાઇ ઠાકોર ના ચહેરા પર સવેદના નું સ્મિત ફરક્યું હતું

ત્રીજી તસવીર માં આળસ ખંખેરીને પદગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ સાથે અને બ્યુગલ વગાડતા કાર્યકરો મોટી સંખ્યા માં અભિવાદન માં જાેડાયા હતા ત્યારે પ્રદેશ પ્રમુખની જ નહીં સમગ્ર કોંગ્રેસના અગ્રણીઓ ફક્ત કોંગ્રેસ ને જિતાડવા માટે ધર્મ યુદ્ધ કરશે તો કોંગ્રેસમાં પ્રાણ પૂરવા અશક્ય નહીં હોય તેવો માહોલ જાેતાં જણાય છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

આંખો આકાશ તરફ રાખો અને પગ જમીન પર રાખો – થિયોડોર રૂઝવેલ્ટ

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝ્‌વેલ્ટે કહ્યું છે કે ‘‘આંખો આકાશ તરફ રાખો અને પગ જમીન પર રાખો”!!અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને સરસ કહ્યું છે કે ‘‘કોઈ બીજા માણસની કે બીજા કોઈ સમયની રાહ જાેઈને બેસી રહેવાથી બદલાવ આવી જવાનો નથી, જેમની આપણે રાહ જાેઈએ છીએ

એ આપણે પોતે જ છીએ એ બદલાવ પણ આપણે ખૂદ જ છીએ જે ને આપણે શોધી રહ્યા છીએ”!! ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માં પ્રાણ પુરવા કોંગ્રેસના તમામ અગ્રણીઓ એક મંચ ઉપર ઉપસ્થિત હતા આ જાેમ અને જુસ્સો કોંગ્રેસને જીતાડવા આખરી દમ તક જાળવી રાખવામા આવશે તો કોંગ્રેસ ૨૦૨૨માં ચમત્કાર સર્જવામાં કામયાબ થઈ શકે છે કારણ કે પ્રમાણિક રીતે કરેલો પ્રયાસ નિરાશ નથી કરતો!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.