બંગાળ ચુંટણી અનેક તબકકામાં કરાવવા ચુંટણી પંચ સમક્ષ ભાજપની માંગ
કોલકતા, પશ્ચિમ બંગાળમાં નિષ્પક્ષ શાંતિપૂર્ણ અને અનેક તબક્કામાં મતદાન કરાવવાની માંગને લઇ ભાજપના એક પ્રતિનિધિમંડળે આજે અહીં કેન્દ્રીય ચુંટણી પંચની મુલાકાત કરી આવેદનપત્ર સોંપ્યું હતું.
ચુંટણી પંચની મુલાકાત કરનારા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલ ભાજપના મહામંત્રી ભુપેન્દ્ર યાદવે પત્રકારોને કહ્યું કે પશ્ચિમ બંગાળમાં અનેક તબકકામાં મતદાન થવું જાેઇએ અને રાજયમાં સત્તારૂઢ ટીએમસીના ઇશારા પર કામ કરનારા અધિકારીઓને બદલવા જાેઇએ.
તેમણે કહ્યું કે પ્રતિનિધિમંડળે પશ્ચિમ બંગાળમાં ફકત પ્રશિક્ષિત કેન્દ્રીય પોલીસ દળોને તહેનાત કરવાની માંગ કરી જેથી ચુંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષતા અને શાંતિપૂર્ણ પ્રક્રિયાને સુનિશ્ચિત કરી શકાય આ સંબંધમાં અમે અમારી ચિંતાઓથી કેન્દ્રીય ચુંટણી પંચેને માહિતી આપી.
ભાજપે પ્રતિનિધિમંડળમાં યાદવ ઉપરાંત પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ધોષ,પશ્ચિમ બંગાળના સાંસદ લોકેટ ચટ્ટી અર્જૂન સિંહ રાજયસભાના સાંસદ સ્વપન દાસ ગુપ્તા ઓમ પાઠક રાષ્ટ્રીય પ્રવકતા સંજય મયુખ અને નીરજ કુમાર સામેલ હતાં.
ધોષે કહ્યું કે ટીએમસીના જે કલંકિત અધિકારી (જેમના ઉપર ફરિયાદ છે ) તેમણે ચુંટણી પ્રક્રિયાથી અલગ કરવામાં આવે અનેક તબક્કામાં મતદાન થાય અને ચુંટણી વ્યવસ્થા ઠીક થઇ શકે.HS