બચુવાડા ગામના AAPના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) શિક્ષણ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર તેમના મતવિસ્તાર સંતરામપુર વિધાનસભાના કડાણા તાલુકામાં સમાવિષ્ટ બુચાવાડા,નિંદકા અને કલચારી ગામે બુથ અને ગામ સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ હતું. તે દરમિયાન આપ પાર્ટીના ૫૦ જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા આ તમામને ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા.
મોદીજીના નેતૃત્વમાં વિતેલા દસ વર્ષમાં ભારતના અભૂતપૂર્વ સર્વાંગી વિકાસ તેમજ છેવાડાના માનવીના કલ્યાણના લીધે આજે દેશવાસીઓમાં મોદી સાહેબ અને ભાજપા પ્રત્યે અતૂટ સ્નેહની લાગણી જોવા મળી રહી છે અને આ લાગણી જ અબકી બાર ૪૦૦ પારના લક્ષ્ય ને સાકાર કરશે એવો મને વિશ્વાસ છે.
આ તકે બચુવાડા ગામના આમ આદમી પાર્ટી માથી ભાજપમાં જોડાવા માંગતા વાગડીયા શનાભાઈ મંગળાભાઈ, ભારતભાઈ ભલાભાઈ, રામાભાઈ, વિક્રમભાઈ, માનાભાઈ, ભેમાભાઈ, રૂમાલભાઈ, રૂપાભાઈ,પગી લક્ષ્મણભાઈ, રામાભાઈ, વાગડીયા ભમ્મરભાઈ, શનાભાઈ, મણીયાભાઈ, ધીરાભાઈ, ભાથીભાઈ, જેશિંગભાઈ સહિત ૫૦ થી વધુ હોદ્દેદારોને તેમની ટિમ સાથે કેસરિયો ખેસ પહેરાવી આપમાથી ભાજપમાં આવકાર્યા હતા .
આ બેઠકમાં ,જિલ્લાના મહામંત્રી રાવજીભાઈ પટેલ,તા.પંચાયત ના પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીવાડ,જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી રમીલાબેન ડામોર,તા.સંગઠનના પ્રમુખ જ્યંતીભાઈ પટેલ,તા,મહામંત્રી કે.પી.ડામોર,લોકસભા વિસ્તારક શ્રી ચંદ્રેશ ભાઈ ત્રિવેદી,ઝાલુ ભાઈ સરપંચ, પોપટભાઈ, અજયપાલ બાપુ, ભુપતભાઇ માલીવાડ,ગામ ના સરપંચશ્રીઓ,પાર્ટીના કાર્યકર્તાઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.