બબીતાના અફેર વચ્ચે લોકોને જેઠાલાલની દયા આવી
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો લોકોને હસાવવાની સાથે-સાથે અલગ-અલગ કારણોથી પણ ચર્ચામાં રહે છે. પરંતુ આજ (૯ સપ્ટેમ્બર) સવારથી આ પોપ્યુલર શો જે કારણથી ચર્ચામાં આવ્યો છે. અત્યારસુધી શોમાં બબિતાનું પાત્ર ભજવી રહેલી મુનમુન દત્તા અને ટપ્પુનું પાત્ર ભજવી રહેલા રાજ અનડકટને એકબીજાની પોસ્ટ પર ક્યૂટ કોમેન્ટ કરતાં જાેયા હશે.
આટલું જ નહીં બંનેનું એકબીજા સાથેનું બોન્ડિંગ પણ ગજબનું છે અને ઘણીવાર તેઓ લંચ કે ડિનર કરવા માટે પણ જાય છે. મુનમુન દત્તા અને રાજ અનડકટ વિશે જે એક્સક્લુઝિવ માહિતી આપી છે તે જાણીને દર્શકોના કાનને વિશ્વાસ નહીં થાય. માહિતી પ્રમાણે, મુનમુન દત્તા અને રાજ અનડકટ એકબીજાના પ્રેમમાં છે.
જણાવી દઈએ કે, બંને વચ્ચે ઉંમરનો નવ વર્ષનો તફાવત છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રાજ અનડકટ ઉર્ફે ટપ્પુને હંમેશા મુનમુન દત્તા ઉર્ફે બબીતાને બબીતા આંટી તરીકે સંબોધતા જાેયો છે. જ્યારે ટપ્પુના પપ્પા જેઠાલાલ બબીતાજી પાછળ લટ્ટુ છે. જેઠાલાલ બબીતાની એક ઝલક મેળવવા માટે આતુર રહે છે. આ સિવાય તેની સાથે વાત કરવાની એક પણ તક જવા દેતા નથી. હવે જ્યારે મુનમુન દત્તા અને રાજ અનડકટના સંબંધની હકીકતની જાણ લોકોને થઈ ગઈ છે.
ત્યારે તેઓ શાંતિથી કેવી રીતે બેસે? આ બંનેને લઈને લોકો જેઠાલાલને ટિ્વટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે અને બરાબરની મજા લઈ રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે ‘૯ વર્ષનો ઉંમરનો તફાવત છે તે મોટી વાત નથી.
પરંતુ પપ્પાનું સેટિંગ કોણ ખરાબ કરે છે ભાઈ એક યૂઝરે જેઠાલાલનું મીમ શેર કર્યું છે. જેમાં બબીતાજી અને ટપ્પુના રિલેશનશિપ વિશે જાણીને જેઠાલાલનું રિએક્શન કેવું હશે તેની વાત છે. જેમાં જેઠાલાલ કહી રહ્યા છે કે ‘બની શકે કે તેમને મારી સાથે સંબંધ ન પાવો હોય. કોઈ વાંધો નહીં મારા તરફથી પણ કોઈ બળજબરી નથી શોમાં ભીડેને હંમશા ચિંતા રહેતી હોય છે કે, ટપ્પુ તેની દીકરી સોનુને પોતાની વાતોમાં ભેળવી લેશે. ત્યારે એક યૂઝરે આ સમાચાર પર ભીડેનું રિએક્શન પણ દેખાડ્યું છે.SSS