Western Times News

Gujarati News

સવારના સમયે આવતો હાર્ટ એટેક ખૂબજ ઘાતક હોય છે

નવી દિલ્હી, હાર્ટ એટેકના કેસોમાં એવું જાેવા મળે છે કે મોટાભાગે હાર્ટ એટેક સવારના સમયે આવે છે. એટલું જ નહીં અનેકવાર તો તે ખુબ જાેખમી પણ હોય છે. સ્પેનમાં આ અંગે કરાયેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે મોટાભાગના હાર્ટ એટેક સવારના સમયે આવે છે અને તે પણ ખુબ જ ગંભીર હોઈ શકે છે. રિસર્ચ મુજબ સવારે ૬ વાગ્યાથી બપોર વચ્ચે આવનારા એટેક સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.

હાર્ટ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ જે લોકોને સવાર સવારમાં હાર્ટ એટેક આવે છે તેમના પર તેની ગંભીર અસર જાેવા મળે છે. સવારે ૬ વાગ્યાથી લઈને બપોર સુધીમાં આવતો હાર્ટ એટેક સૌથી વધુ જાેખમી બને છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ આ સમયે જાે હાર્ટ એટેક આવે તો લગભગ ૨૦ ટકા હિસ્સો ડેડ ટિશ્યુમાં ફેરવાઈ જાય છે. જે તે વ્યક્તિને સૌથી વધુ પ્રભાવિત કરે છે. આવું દિવસના બીજા કોઈ પણ સમયે જાે હાર્ટ એટેક આવે તો ઓછું બનતું હોય છે.

એક્સપર્ટના જણાવ્યાં મુજબ તમારી ૨૪ કલાકની બોડી ક્લોકનો પ્રભાવ અનેક કાર્ડિયોવાસ્ક્યુલર ફિઝિયોલોજિકલ પ્રક્રિયાઓ પર પડે છે. હાર્ટ એટેક પણ તેમાંથી જ એક ઘટના છે. આવું મોટા ભાગે ત્યારે બનતું હોય છે જ્યારે કોઈ વ્યક્તિ ઊંઘમાંથી જાગે છે. આ સમયે આવતો હાર્ટ એટેક કેટલું ભયંકર નુકસાન પહોંચાડે છે તે બહુ ઓછા લોકો જાણે છે.

Myocardial infarction એટલે કે હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે coronary artery એકદમ બ્લોક થઈ જાય છે. ઓક્સિજન ન મળવાના કારણે હાર્ટની કોશિકાઓનો એક ભાગ મરી જાય છે અને કામ કરતો નથી. Brigham and Women’s Hospital માં કરાયેલા એક સ્ટડીમાં Dr Frank AJL Scheerએ કહ્યું કે તેમાં Circadian Systemની ભૂમિકા અને સ્વાસ્થ્યની સાથે બીમારીઓ પર તેના પ્રભાવ વિશે કહ્યું કે બોડીના circadian systemને ઈન્ટરનલ ક્લોક પણ કહે છે. જે જાગવાથી લઈને, સુવા અને થાક જેવી ભાવનાઓને નિયંત્રિત કે રેગ્યુલેટ કરવાનું કામ કરે છે.

ડોક્ટર એજેએલ શીરના જણાવ્યાં મુજબ circadian system જ સવારના સમયે હાર્ટ એટેક કે સ્ટ્રોકનું કારણ હોય છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ ભલે તમે એક પ્રકારના વાતાવરણમાં રહો કે એક પ્રકારની દિનચર્યાનું પાલન કરતા હોવ, એવા અનેક પેરામીટર હોય છે જે ૨૪ કલાકની સાઈકલની અંદર ઘૂમતા રહે છે. circadian system અનેક સાઈકોલોજીકલ પેરામીટરને રેગ્યુલેટ કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.