બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ વધી
૭૭ વર્ષીય અવામી લીગના વડા હસીના અને તેમના પક્ષના નેતાઓ પર વિદ્યાર્થી આંદોલનના ક્રૂર દમનનો આરોપ છે
ઇન્ટરપોલની મદદથી બાંગ્લાદેશ શેખ હસીનાને પરત લાવશે
નવી દિલ્હી,બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ વધી રહી છે. બાંગ્લાદેશી અધિકારીઓના જણાવ્યા અનુસાર એજન્સીઓ શેખ હસીના અને તેમના પક્ષના ૪૫ નેતાઓની ધરપકડ કરવા માટે ઇન્ટરપોલ અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ લેવાનું વિચારી રહી છે. આ અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારે રવિવારે જણાવ્યું હતું કે, તે માનવતા વિરુદ્ધના કથિત અપરાધો માટે ટ્રાયલનો સામનો કરવા માટે શેખ હસીના અને અન્ય ભાગેડુઓને સ્વદેશ પરત લાવવા માટે ઇન્ટરપોલની મદદ લેશે.
૭૭ વર્ષીય અવામી લીગના વડા હસીના અને તેમના પક્ષના નેતાઓ પર વિદ્યાર્થી આંદોલનના ક્‰ર દમનનો આરોપ છે, જેના પરિણામે જુલાઈ-ઓગસ્ટના વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી જાનહાનિ થઈ હતી. નોંધનીય છે કે, હસીનાને ૫ ઓગસ્ટના રોજ ગુપ્ત રીતે ભારત ભાગી જવાની ફરજ પડી હતી. મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે કહ્યું કે, વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા ૭૫૩ લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા હતા. ss1