બાપુનગરના ભીડભંજન વિસ્તારમાં ભારે ટ્રાફિકને કારણે અટવાતા બસચાલકો
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (એએમટીએસ) ની બસોના ડ્રાઈવરોને અમુક રૂટ પર ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ટ્રાફિકમાંથી બસ કાઢીને તેઓ મોટેભાગે સમયસર પહોંચતા હોય છે. તેમ છતાં તેમના કામની કદર થતી નથી. મુસાફરો દોષનો ટોપલો માત્રને માત્ર ડ્રાઈવરો પર જ ઢોળતા હોય છે.
અમુક વિસ્તારમાં ચોક્કસ માર્ગ ઉપર સવાર સાંજના ચક્કાજામની સ્થિતિ સર્જાય છે. થલતેજથી ઉપડતી પ૮ નંબરની બસના ડ્રાઈવરોને જે રૂટ મળે છે તેના પર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવેો પડે છે. બાપુનગર ભીડભંજન મંદિરના માર્ગે ટ્રાફિક જામ જાેવા મળે છે. આ માર્ગ ઉપર નાના બાળકો રમતા હોય છે. તદુપરાંત રોડ પર નાગરીકો સતત મુવમેન્ટ કરતા હોવાથી ત્યાંથી લાલ બસ કાઢવી મુશ્કેલ થઈ જાય છે.
એવામાં ભૂલથી કોઈને પણ બસ ટકરાઈ જાય તો માથાકૂટ થઈ જવાની સંભાવના વધી જાય છે.તેથી ડ્રાઈવરો ખુબ ધીમેથી સાવચેતીપૂર્વક બસ ચલાવતા હોય છે. પરિણામે ઘણી વખત બસ રૂટીન સમય કરતાં થોડી મોડી પહોંચતી હોય છે.