બાપુનગરમાંથી એક પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ સાથે એક ઝડપાયો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: બાપુનગર પોલીસ પેટ્રોલીંગમાં હતી એ વખતે બાતમીને આધારે ખુદ પીઆઈ એન.કે.વ્યાસ અને તેમની ટીમે એક શખ્સને એક પિસ્તોલ અને ત્રણ કારતૂસ સાથે ઝડપી લીધો છે. પીઆઈ એન કે વ્યાસ સોમવારે સાંજે સાત વાગ્યાના અરસામાં ચાલતા પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. એ દરમ્યાન સ્ટેડીયમ રોડ, અકબરનગરના છાપરા નજીક આવ્યા ત્યારે મ્યુનિસિપાલીટીના કચર પેટીછ પાસેથી એક શખ્સ તેમન જાઈને ભાગ્યો હતો.
જેથી તેનો પીછો કરતાં તેને ઝડપી લેવાયો હતો. અને જડતીમાં પિસ્તોલ તથા કારતુસ મળી આવ્યા હતા. તેની પૂછપરછમાં તેનું નામ અલ્તાફ ફરીદઅહેમદ શેખ જશનગર, સોસાયટી, ગરીબનગર નજીક) હોવાનું ખુલ્યુ હતુ. સલમાન ઉર્ફે ફ્રેક શેખ (રખિયાલ) વીસ દિવસ અગાઉ તેને પિસ્તોલ તથા ત્રણ કારતુસ રાખવા આપી ગયો હોવાનું તેણે કબુલ્યુ છે.