બામરોલી રોડ વિસ્તારમાથી ચોરી કરેલા CNG ગેસ સિલિન્ડર સાથે એક શખ્સ ઝડપાયો

ગોધરા બી ડીવીઝન પોલીસે મકાનમાં બાતમીના આધારે રેડ કરીને શહેરના બામરોલી રોડ વિસ્તારમાંથી કારમાથી ચોરી કરેલા CNG ગેસ સિલીન્ડરના મુદ્દામાલ સાથે ઝડપ્યો
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે ભીલોડીયા પ્લોટ વિસ્તારમાં આવેલા રહેણાક મકાનમાં બાતમીના આધારે રેડ કરીને શહેરના બામરોલી રોડ વિસ્તારમાંથી કારમાથી ચોરી કરેલા સીએનજી ગેસ સિલીન્ડરના મૂદ્દામાલ સાથે શાહીદ સિદ્દીકી નામના ઇસમની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનૂસાર જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલના દ્વારા જિલ્લામાં બનતા ચોરીના અનેક ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપવામાં આવી હતી.ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. એચ.એન.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી
કે ભીલોડીયા પ્લોટ,જાકીર હૂસેન સ્કુલ પાછળના વિસ્તારમા રહેતો ઈસમ શાહીદ સિદ્દીકી સીએનજી ગેસના સિલિન્ડર ચોરી કરીને ક્યાંકથી લાવીને ઘરમાં સંતાડ્યો છે.આથી પોલીસ ડીસ્ટાફની ટીમ દ્વારા ઘરે જઈને તપાસ કરતા ઘરમાથી સીએનજી ગેસસિલીન્ડરનો એક બોટલ મળી આવ્યો હતો.આ સિલીન્ડર બાબતે તેને સંતોષકારક જવાબ નહી આપતા ટીમ દ્વારા બી ડીવીઝન પોલીસ મથકે લાવીને વધુ પુછપરછ કરતા ઇસમે ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાંથી કારમાથી ચોરી કરી હોવાનુ કબુલ્યુ હતૂ.
આ ચોરીના મામલે ગોધરા શહેર એડીવીઝન પોલીસ મથકમા નોધાયેલો ચોરીના ગૂનાનો ભેદ ઉકેલાયો હતો. હાલમા આ આરોપી ઈસમની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ પુછપરછમા અન્ય જગ્યાએ આ ઈસમે ચોરી કરી છેકે નહી તેની પણ વિગતો બહાર આવાની શક્યતાઓ લાગી રહી છે.
નોંધનીય છે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એચ.એન.પટેલ પોલીસ આલમમા ગુનાનોઓના ભેદ ઉકેલવા માટે સુપરકોપ તરીકે જાણીતા છે. ગોધરા બી ડીવીઝન પોલીસ મથકનો હવાલો સંભાળ્યા બાદ ચોરીઓના ભેદ ઉકેલ્યા ,કતલખાને લઈ જવાતા ગૌવંશને બચાવ્યા,ગૌમાંસનૂ વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી સહિતની પ્રશંસનીય કામગીરી શહેરીજનોએ વખાણી છે.વધુમા ગેરકાયદેસર પ્રવૃતિ કરનારાઓ પણ તેમનુ નામ સાંભળીને જ ભુગર્ભમાં ચાલ્યા ગયા હોવાનુ લોકમૂખે ચર્ચાઈ રહ્યુ છે.