Western Times News

Gujarati News

વાઝેએ હથોડાનો ઉપયોગ પુરાવા નાશ કરવા કર્યો હતો

મુંબઈ: એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પાસેથી રિવોલ્વર અને કારતૂસ મળે તે કોઈ આશ્ચર્યજનક નથી. પરંતુ જાે કોઈ તપાસ એજન્સીને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટના હથોડામાં ખૂબ ઊંડાણ પૂર્વક રસ દાખવે તો લાગે છે કે પડદા પાછળ કોઈ મોટી વાત છે. આવી જ કંઈક મુંબઈ પોલીસના આરોપી અધિકારી સચિન વાઝેના હથોડાની કહાની લાગી રહી છે. સચિન વાઝે એંટિલિયા બોમ્બ કેસ અને હિરેન મનસુખ હત્યા કેસમાંની જેલની હવા ખાઈ રહ્યો છે. તેવામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તેના જુદા જુદા સ્થળો પરથી પુરાવા તરીકે જે દસ્તાવેજાે અને સામગ્રી જપ્ત કરી છે તેમાં એક હથોડો પણ છે.

એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું કે, સચિન વાઝેએ આ હથોડો મુંબઈ પોલીસ હેડક્વાર્ટર ખાતેની સીઆઈયુ કચેરીમાં તેની તીજાેરીમાં છુપાવીને રાખ્યો હતો. જ્યારે સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી, ત્યારે તેની પાસેથી નોટ કાઉન્ટિંગ મશીન પણ જપ્ત કરાયું હતું. પાછળથી જાણવા મળ્યું કે આ નોટ કાઉન્ટિંગ મશીનની લિંક ખંડણી રેકેટ સાથે જાેડાયેલી છે.

એન્ટી કરપ્શન બ્યુરોએ પણ વાઝે સામે તેની તપાસ શરૂ કરી દીધી છે. માનવામાં આવે છે કે વાઝેની ઓફિસમાંથી જે હથોડો મળી આવ્યો છે તેનો ઉપયોગ એન્ટિલિયા જિલેટીન કેસમાં પુરાવા નષ્ટ કરવા માટે કરવામાં આવ્યો હતો. સચિન વાઝે પાસે ડઝન જેટલી કાર મળી આવી હતી. જેમાંથી મોટાભાગની બેનામી હતી અને લગભગના નંબર બદલી નખાયા હતા.

૨૫ ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર એક સ્કોર્પિયો ગાડી મળી આવી હતી. સીસીટીવી ફૂટેજમાં જાેવા મળ્યું હતું કે આ ગાડીના નંબર પણ અધવચ્ચે રસ્તામાં બદલવામાં આવ્યા હતા. નંબર પ્લેટ બદલ્યા પછી કેટલીકવાર નવી નંબર પ્લેટ લગાવવા માટે પણ હથોડાની જરુરિયાત પડે છે.

બની શકે છે કે સચિન વાઝેએ આ હથોડાનો ઉપયોગ નંબર પ્લેટને બદલવા માટે કર્યો હોય. જાેકે હથોડાની આ હકિકત તો ફક્ત એનઆઈએની ચાર્જશીટમાં જ બહાર આવશે કે સચિન વાઝેનો આ હથોડો એનઆઈએ માટે કેમ મહત્વનો છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.