Western Times News

Gujarati News

ટિ્‌વટરે જમ્મુ-કાશ્મીર, લદાખને અલગ દેશનો નક્શો હટાવ્યો

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પોતાની વેબસાઈટ પર અલગ દેશ દર્શાવતા મેપને ટિ્‌વટરે હટાવી લીધો છે. વિવાદિત મેપ સામે આવ્યા બાદ ભારતમાં ટિ્‌વટરને ભારે ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે રાતે ટિ્‌વટરે વિવાદિત નકશો વેબસાઈટ પરથી હટાવી લીધો છે.

સોમવારની સવારે ટિ્‌વટરની વેબસાઈટ પર આ વિવાદિત નકશો સામે આવ્યો હતો. વેબસાઈટ પર કરિયર સેક્શનમાં ટ્‌વીટર લાઈફ શીર્ષક હેઠળ આ વિવાદિત નકશો દર્શાવવામાં આવ્યો હતો. નવા આઈટી રૂલ્સને લઈને ટિ્‌વટરનો ભારત સરકાર સાથે તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન જ વિવાદિત નકશો સામે આવ્યા બાદ ટિ્‌વટરની મંશા પર અનેક સવાલો ઊભા થયા હતા. જેના કારણે ટિ્‌વટરને લોકોની ભારે ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતવાસીઓએ પણ આ વિવાદિત નકશોને લઈને ભારે વિરોધ દર્શાવ્યો હતો અને માઈક્રોબ્લોગિંગ મંચની વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એ પછી તો ટિ્‌વટર પર  થવા લાગ્યું હતું.

આવું પહેલીવાર નથી બન્યું કે ટિ્‌વટરે ભારતના નકશોને ખોટી રીતે દર્શાવ્યો હોય. આ પહેલાં ટિ્‌વટરે લેહને ચીનનો ભાગ દર્શાવ્યો હતો. વાત એમ છે કે, ભારત સરકાર સતત દેશના નવા આઈટી રૂલ્સની જાણી જાેઈને આંખ આડા કાન કરવાનો આરોપ ટિ્‌વટર પર લગાવી ચૂકી છે.

નવા નિયમો હેઠળ આ માઈક્રોબ્લોગિંગ મંચને મધ્યસ્થી તરીકેની મળેલી કાયદાકીય રાહત સમાપ્ત થઈ ચૂકી છે અને એવામાં ઉપયોગકર્તાઓ દ્વારા પોસ્ટ કરવામાં કોઈ પણ ગેરકાયદેસરની પોસ્ટ માટે ટિ્‌વટર જવાબદાર રહેશે. રવિવારે જ ભારતમાં ટિ્‌વટરના વચગાળાના ફરિયાદી અધિકારી ધર્મેન્દ્ર ચતુરે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. ધર્મેન્દ્ર ચતુરની તાજેતરમાં જ નિયુક્તિ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.