બાયડ કોલેજ નજીક ચાર બાઈક ધડાધડ એક બીજા સાથે ભટકાઇ
અરવલ્લી જીલ્લામાં માર્ગ સલામતી મહીનાની ઉજવણી ચાલી રહી છે બીજીબાજુ જીલ્લામાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી વાહનચાલકો વાહન હંકારતા હોવાથી સતત જીલ્લાના માર્ગો રક્તરંજીત બની રહ્યા છે બાયડ આર્ટ્સ કોલેજ નજીક એક વિચિત્ર અકસ્માતમાં ચાર બાઈક એક બીજા સાથે ધડાધડ અથડાતા ૧ વ્યક્તિનુ ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું
ત્રણ લોકોના શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્તોને વાત્રક હોસ્પિટલમાં ખસેડી દીધા હતા એક સાથે ચાર ચાર બાઈક ભટકાઈ રોડની આજુબાજુ પટકાતા લોકો પણ વિચારતા રહી ગયા હતા અકસ્માતની ઘટનાના પગલે બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,શનિવારે બાયડ કોમર્સ કોલેજ નજીક ચાર બાઈક એક બીજા સાથે ભટકતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાયડ રતનપુર ગામના ૨૦ વર્ષીય અતુલ જયંતિ ભાઈ પરમારનું મોત નિપજતાં ભારે ચકચાર મચી હતી અકસ્માતની ઘટનામાં અન્ય બાઈક ચાલક વ્યક્તીઓમાં એક વાત્રક ગઢ અને ત્રણ લોકો વડાગામના હોવાનું અને ચારેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વાત્રક જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ચાર બાઈક અથડાતા સર્જાયેલ વિચિત્ર અકસ્માતે લોકોને અચંબીત કર્યા હતા
બાયડ કોમર્સ કોલેજ પાસે ચાર બાઈક ધડાકાભેર એક બીજા સાથે ભટકાતા સર્જાયેલ અકસ્માતમાં રતનપુર ગામના આશાસ્પદ યુવક અતુલ પરમારનું મોત નિપજતા મોટી સંખ્યામાં યુવકના પરિવારજનો અને સગા-સબંધી ઘટનાસ્થળે પહોંચી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી બાયડ પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી