બિનસચીવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે કોલેજો બંધ
બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ થયાનો કોંગ્રેસનો આક્ષેપઃ સવારથી જ
|
(પ્રતિનિધિ) અમદાવાદ: તાજેતરમાં જ લેવાયેલી બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના આંદોલનને ટેકો જાહેર કર્યા બાદ છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં દેખાવો કરવામાં આવી રહયા છે. કોંગ્રેસની યુવા પાંખ એનએસયુ દ્વારા પરીક્ષા રદ કરવાની માંગણી સાથે આજે રાજયભરમાં કોલેજા બંધ નું એલાન આપવામાં આવ્યું છે.
જેના પગલે અમદાવાદ શહેરમાં કેટલીક કોલેજા સ્વયંભૂ બંધ રહી છે જયારે કેટલીક કોલેજા એનએસયુઆઈના કાર્યકરો દ્વારા બંધ કરાવવામાં આવતા કેટલાક સ્થળોએ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે આવા કાર્યકરોની અટકાયત શરૂ કરી દીધી હતી.
આ અંગેની વિગત એવી છે કે ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા તાજેતરમાં જ બિનસચિવાલય કલાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. રાજયભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અગાઉ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ત્યારબાદ નવો કાર્યક્રમ જાહેર કરી આ પરીક્ષા લેવામાં આવી હતી.
વિવાદમાં રહેલી બિનસચિવાલય કલાર્કની પરીક્ષા લેવામાં આવતા જ તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા હતાં થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગરમાં એક કેન્દ્ર પર વિદ્યાર્થી ચોરી કરતો હોય તેવો કુટેજ જાહેર કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે પેપર ફુટી ગયું હતું અને વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ થઈ છે આ આક્ષેપ બાદ ઠેરઠેર દેખાવો કરવામાં આવ્યા હતાં અને પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.
બે દિવસ પહેલા રાજયભરમાંથી મોટી સંખ્યામાં યુવાનો ગાંધીનગર ઉમટી પડયા હતાં જાકે મોટી સંખ્યામાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી તેમ છતાં હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં ઉપવાસ પર બેઠેલા છે. યુવાનોનું ભાવિ ઘડનારી આ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી
પરંતુ સરકારે પરીક્ષા રદ કરવાની સ્પષ્ટ ના પાડી ગેરરીતિ કરનારાઓ સામે કડક પગલાં લેવાની ખાતરી આપી હતી. જેના પગલે એનએસયુઆઈ દ્વારા આજે શનિવારે રાજયવ્યાપી કોલેજ બંધ નું એલાન આપ્યું હતું. એનએસયુઆઈએ આપેલા બંધ ના એલાનના પગલે કેટલીક કોલેજાના સંચાલકોએ કોઈ ઘર્ષણ ન થાય તથા તોડફોડ ન થાય
તે માટે થઈ સ્વયંભૂ રીતે કોલેજા બંધ રાખી હતી અમદાવાદ શહેરમાં કેટલીક કોલેજા સવારથી જ બંધ જાવા મળતી હતી. બંધ ના એલાનના પગલે સવારથી જ એનએસયુઆઈના કાર્યકરો ઠેરઠેર રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચાલુ રહેલી કોલેજામાં પ્રવેશી કોલેજા બંધ કરાવતા જાવા મળ્યા હતાં. શહેરની કોલેજામાં ઠેરઠેર એનએસયુઆઈના કાર્યકરો કોલેજા બંધ કરાવવા જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. એનએસયુઆઈ દ્વારા અપાયેલા કોલેજ બંધ ના પગલે ગઈકાલે જ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં તમામ કોલેજા પર બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય કરાયો હતો.
નિર્ણય અનુસાર સવારથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં એનઅસયુઆઈના કાર્યકરો કોલેજા બંધ કરાવવા જતાં કેટલાક સ્થળો પર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હોવાનું જાણવા મળી રહયું છે.
એનએસયુઆઈ દ્વારા કોલેજ બંધ ના એલાનના પગલે એલ.ડી. આર્ટસ, જે.એલ.એસ. સહિતની કોલેજામાં સવારે રાબેતા મુજબ વિદ્યાર્થીઓ આવ્યા હતા પરંતુ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓને સમજાવીને પરત ઘરે જવા માટે જણાવતા આ ઉપરાંત કેટલીક કોલેજા એનએસયુઆઈના કાર્યકરોએ બંધ કરાવી હતી સીયુશાહ સવારથી જ બંધ જાવા મળતી હતી.
શહેરમાં સવારથી જ એનએસયુઆઈના કાર્યકરો કોલેજા બંધ કરાવવા નીકળતા પોલીસ અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતાં અને તમામ કોલેજા પર ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવતા કોલેજા બંધ કરાવવા આવેલા વિદ્યાર્થીઓની અટકાયત શરૂ કરી દેવામાં આવી હતી. અમદાવાદ ઉપરાંત રાજકોટ, જામનગર, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં પણ અમદાવાદ જેવી સ્થિતિ હતી. એનએસયુઆઈના કોલેજ બંધ ના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડતા ઠેરઠેર એનએસયુઆઈના કાર્યકરો કોલેજા બંધ કરાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતાં આ લખાય છે ત્યારે પોલીસ દ્વારા અટકાયતનો દોર ચાલુ છે.