બીકાનેરમાં સેનાનું વાહન દુર્ઘટનાગ્રસ્ત, કર્નલ અને મેજર સહિત ત્રણના મોત નિપજયાં
જયપુર, રાજસ્થાનના જયપુર બીકાનેર નેશનલ હાઇવે પર આજે સવારે એક માર્ગ દુર્ઘટનામાં સેનાના બે અધિકારીઓ સહિત ત્રણ લોકોના મોત નિપજયા છે આ દુર્ધટના બીકાનેરથી જયપુર તરફ લગભગ ૪૦ કિલોમીટરના અંદર પર જાેધા ગામની પાસે થઇ હાઇવે પર આવેલ જાનવરોને બચાવવાના ચકકરમાં સેનાનું વાહન અસંંતુલિત થઇ પલટી ગઇ આ દુર્ધટનામાં સેનાની ૧૯ શિખ લાઇટ ઇન્ફેંટ્રી કર્નલ એમ એસ ચૌહામ અને મેજર નીરજના મોત નિપજયા હતાં જયારે મેજર નીરજની સાથે એક અન્યના મોતના પણ અહેવાલો છે.
પૂર્વ સેના પ્રમુખ વેદ મલિકે આ દુર્ઘટનાને ભયાનક ગણાવી તેમણે ટ્વીટ કર્યું કે એક દુર્ઘટનામાં સેનાએ અનમોલ જીવ ગુમાવ્યો છે હાલ આ દુર્ઘટનાને લઇ સેના તરફથી કોઇ સતાવાર નિવેદન આવ્યું નથી જાે કે સોશલ મીડિયા પર દુર્ઘટનાની તસવીરની સાથે સેનાના અધિકારીઓના મોતના અહેવાલ વાયરલ થઇ ગયા છે. કર્નલ એમ એસ ચૌહાણની એક તસવીર પણ સોશલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તે ફિલ્મ અભિનેતા ઋત્વિક રોશનની સાથે નજરે આવીરહ્યાં છે આ તસવીર ત્યારની છે જયારે દહેરાદુનમાં સૈનિક કેમ્પમાં થયેલ શુટીંગનો હિસ્સો બન્યા હતાં.HS