બીજાને દેશક્તિનું સર્ટિફિકેટ વિતરીત કરનારા બેનકાબ થયા: સોનિયા ગાંધી
નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રિપબ્લિક ટીવીના પ્રધાન સંપાદન અર્નબ ગોસ્વામીની કહેવાતી વ્હાટ્સએપ વાતચીતનો હવાલો આપતાં કહ્યું કે બીજાને દેશભક્તિ અને રાષ્ટ્રવાદનું પ્રમાણપત્ર વિતરીત કરનારા હવે પુરી રીતે બેનકાબ થઇ ગયા છે કોંગ્રેસ કાર્ય સમિતિ (સીડબ્લ્યુસી)ની બેઠકમાં તેમણે એ આરોપ પણ લગાવ્યો કે સરકારે કિસાન સંગઠનોની સાથે વાતચીતના નામ પર આશ્ચર્ય કરનારી અસંવેદનશીલતા અને અહંકાર બતાવે છે.
સોનિયાએ કહ્યું કે એક અઠવાડીયમાં સંસદ સત્ર શરૂ થનાર છે આ બજેટ સજ્ઞ છે પરંતુ જનહિતના અનેક મુદ્દા છે જેના પર પુરી રીતે ચર્ચા કરવાની જરૂરીયાત છે શું સરકાર તેના પર સહમત થશે તે જાેવાનું રહેશે કેન્દ્રીય કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનોના આંદોલનનો ઉલ્લેખ કરતા તેમણે આરોપ લગાવ્યો કે સરકારે વાતચીતના નામ પર અસંવેદનશીલતા અને અહંકાર બતાવી રહી છે.
તેમણે એ પણ કહ્યું કે એ સ્પષ્ટ છે કે કાનુન ઉતાવળમાં બનાવવામાં આવ્યો અને સંસદને તેના પ્રભાવોનું આકલન કરવાની તક આપવામાં આવી નહીં અમે આ કાનુનોને રદ કરીએ છીએ કારણ કે આ ખાદ્ય સુરક્ષાના માળખાને ધ્વસ્ત કરી દેશે વ્હાટ્સએપ વાતચીત પ્રકરણનો હવાલો આપતાં તેમણે કહ્યું કે તાજેતરમાં આપણે ખુબ જ પરેશાન કરનાર સમાચાર જાેયા કે કંઇ રીતે રાષ્ટ્રીય સુરક્ષાની સાથે સમજૂતિ કરી છે જે લોકો બીજાને દેશભક્તિ અને રાષ્ટ્રવાદનું પ્રમાણપત્ર વિતરીત કરતા હતાં તે હવે પુરી રીતે બેનકાબ થઇ ગયા છે.HS