બોલીવૂડ સ્ટાર જોન અબ્રાહમનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક
નવી દિલ્હી, એકટર જોન અબ્રાહમનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયુ છે.
હેકરે એક્ટર દ્વારા તેના પર મુકાયેલી તમામ પોસ્ટ ડિલિટ કરી નાંખી છે.ઈન્સ્ટાગ્રામ પર જોનના 90 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે.મોટી સંખ્યામાં જોન દ્વારા તેના પર પોસ્ટ પણ મુકવામાં આવી હતી.જોકે હવે એકાઉન્ટ પર એક પણ પોસ્ટ દેખાઈ રહી નથી.
હેકર કોણ છે તેની જાણકારી હજી સુધી સામે આવી નથી.તાજેતરમાં જોનની સત્યમેવ જયતે પાર્ટ ટુ રિલિઝ થઈ હતી.જોનની કેરિયરની શરુઆત મોડેલ તરીકે થઈ હતી અને આજે તે બોલીવૂડના સૌથી મોટો સ્ટાર પૈકીનો એક ગણાય છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પીએમ મોદીનુ ટ્વિટર એકાઉન્ટ પણ હેક થયુ હતુ અને હવે બોલીવૂડ સેલિબ્રિટીને હેકર્સે ટાર્ગેટ બનાવી છે.