બ્રેસ્ટ કેન્સરની સર્જરીના થોડા દિવસમાં મિત્તલે શરૂ કર્યું કામ
ચહેરા પર દેખાયો ઉત્સાહ અને જુસ્સો
અભિનેત્રી છવી મિતલે સોશિયલ મીડિયા હેન્ડલ પર શૂટિંગ માટે તૈયાર થતી હોય તેવો વીડિયો શેર કર્યો હતો
મુંબઈ,૨૫મી એપ્રિલે છવી મિત્તલની બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરવામાં આવી હતી, જેને હજી માંડ ૧૫ દિવસ થયા છે ત્યાં જ તેણે કામ શરૂ કરી દીધું છે. ઝડપથી રિકવરી માટે આરામ કરવાના બદલે પતિ સાથે પોતાનું પ્રોડક્શન હાઉસ ધરાવતી એક્ટ્રેસ શૂટ પર પાછી ફરી છે. સોમવારથી તેણે કામ કરી દીધું છે. આ દિવસે તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શૂટ માટે તે મિરર સામે જાેઈને મેકઅપ કરી રહી હોય તેવો વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ગ્લેમરસ લાગતી હતી. આ જ વીડિયોમાં તેણે તેના શૂટિંગની પણ થોડી ઝલક દેખાડી હતી. આ સાથે લખ્યું હતું ‘જ્યારે હું મારા એડિટ માટે બેસું ત્યારે ટ્રાન્ઝિશન એ મારો ફેવરિટ પાર્ટ હોય છે. ટ્રાન્ઝિશન જેટલું સારું હશે, વીડિયો એટલો જ સારો આવશે.
જેટલું સારું ટ્રાન્ઝિશન એટલો જ સારો શોટ્સ લૂક! રિયલ લાઈફમાં પણ હું ટ્રાન્ઝિશનને અંડર એસ્ટિમેટ કરતી નથી. તેણે ઉમેર્યું હતું ‘ફિઝિયોથેરાપી પૂરજાેશમાં ચાલુ છે ત્યારે દુઃખાવો થોડો ઓછો થઈ ગયો છે. હું આજથી શૂટ અને ફૂલ ટાઈમ ઓફિસ શરૂ કરી રહી છું. કારણ કે, જેટલું સરળ ટ્રાન્ઝિશન હશે, એટલું તે ઓછું પીડાદાયી રહેશે. છવી મિત્તલ તેની નોર્મલ લાઈફ તરફ આગળ વધી રહી છે, ત્યારે તેણે સોશિયલ મીડિયા પર ફિઝિયોથેરાપીના અનુભવ અને કેવી રીતે બાબતો સુધરી રહી છે, તેના વિશે વાત કરી હતી.
તેણે લખ્યું હતું ‘સર્જરીનો ૧૨મો દિવસ અને હું મારો હાથ મારા માથા પર રાખવા માટે સંઘર્ષ કરી રહી છું. ફિઝિયોથેરાપી અંડરરેટેડ છે પરંતુ તે કામ કરે છે. મને જે પ્રકારની ઈજાઓ અને પડકારો મળ્યા છે તેની સાથે હું બધું કેવી રીતે કરી શકું. મારે આગામી ૧૨ દિવસમાં તે હાથ મારા માથા પર પીડા ન થાય તે રીતે રાખવાનો છે, જેથી હું રેડિયોથેરાપી દ્વારા બેસી શકું, તેથી તે પોઝિશનની જરર છે. શું તમને લાગે છે કે હું કરી શકીશ? મને ખબર છે કે હું કરીને બતાવીશ. જણાવી દઈએ કે, એપ્રિલ મહિનાની શરૂઆતમાં છવી મિત્તલે તેને કેન્સર થયું હોવાની જાણકારી સોશિયલ મીડિયા હેન્ડલ પર આપી હતી.
થોડા જ દિવસ બાદ તેની સર્જરી કરવામાં આવી હતી. શરૂઆતથી અંત સુધી તે પોઝિટિવ રહી હતી. છ કલાકની સર્જરી અને અસહ્ય પીડા છતાં તેણે ચહેરા પર સ્મિત જાળવી રાખ્યું હતું. હોસ્પિટલમાં તેણે પતિ મોહિત હુસૈન સાથે એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી હતી.sss