ભાજપના દિગ્ગજ નેતાની મતદાન બાદ રસ્તામાં જતાં તબિયત લથડી
(એજન્સી)રાજકોટ, લોકશાહીના સૌથી મોટા પર્વ માટે મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે હીટવેવની આગાહી પણ છે. આજે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઊંચે ચઢ્યો છે.
ત્યારે ચૂંટણી પંચ પણ સતત મતદારોને કાળજી રાખવા માટે અપીલ કરી રહ્યું છે. આ વચ્ચે મોટી ખબર આવી છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી છે. રામ મોકરિયા રાજકોટથી અમરેલી પરસોત્તમ રૂપાલાને મળવા જતા હતા, તે દરમિયાન વચ્ચે તેમની તબિયત લથડી હોવાની માહિતી મળી છે. રૂપાલાને અમરેલી મળવા નીકળ્યા હતા મોકરિયા.
ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આજે વહેલી સવારે પત્ની સાથે મતદાન કર્યુ હતું. સાથે જ તેમણે ફરી એક વખત નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા લોકોને અપીલ કરી હતી.
મતદાન બાદ રામ મોકરિયા રાજકોટથી અમરેલી જવા નીકળ્યા હતા, તેઓ પરસોત્તમ રૂપાલાને મળવા જવા નીકળ્યા હતા. પરંતું તે પહેલા જ રામ મોકરિયાની રસ્તામાં તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. રામ મોકરિયાને આટકોટ કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.