ભાભીજી ઘર પર હૈની અંગુરી ભાભીએ બોલ્ડ ફોટો શેર કર્યા
મુંબઈ, ટીવી શો ભાભી જી ઘર પર હૈની અંગુરી ભાભી રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે અને તે વાતની સાબિતી તેમને હાલમાં શેર કરેલા ફોટોગ્રાફ્સ આપે છે. એક્ટ્રેસ પોતાના પતિની સાથે ફરવા ગઈ હતી અને તે દરમિયાન તેમને અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેને ખુબ પસંદ કરાઈ રહ્યા છે.
ભાભી જી ઘર પર હૈ માં અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને જબરદસ્ત લોકપ્રિયતા મેળવનારી શુભાંગી અત્રે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં, તેમને ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેમની સ્ટાઈલ જાેઈને ફેન્સ ચોંકી ગયા.
શુભૂંગી અત્રે, જે અંગૂરી ભાભીની ભૂમિકામાં સાડીમાં જાેવા મળે છે, તે તેના નવા નવતારમાં ખૂબ જ અલગ જાેવા મળી રહી છે. તે ગ્લેમરસ ફ્લોરલ થાઈ સ્લિટ ડ્રેસમાં જાેવા મળી રહી છે.
શુભાંગી હરિયાળીની વચ્ચે એક પહાડ પર ઉભેલી જાેવા મળે છે. ફોટોમાં શુભાંગીએ ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસની હાઈ સ્લિટને કારણે શુભાંગીની હોટનેસ વધી ગઈ છે. દરેક ફોટામાં શુભાંગીની અલગ સ્ટાઈલમાં જાેવા મળી રહી છે અને તેનો આ લૂક ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
શુભાંગીનીના આ ફોટા તેમના પતિ પીયૂષે પાડ્યા છે. શુભાંગીએ આ અદભૂત તસવીરો ક્લિક કરવા બદલ તેના પતિનો આભાર પણ માન્યો છે. તમને જણાવી દઈએ કે, શુભાંગી ૪૦ વર્ષની છે અને તેને આશી નામની એક પુત્રી પણ છે.
શુભાંગીની કારકિર્દીની વાત કરીએ તો, તેણે પાંચ વર્ષ પહેલા ભાભીજી ઘર પર હૈ શોમાં એન્ટ્રી કરી હતી. તે શોમાં શિલ્પા શિંદેના સ્થાને અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને આવી હતી જેણે શો અધવચ્ચે છોડી દીધો હતો. શુભંગીએ માત્ર આ ભૂમિકા સારી રીતે ભજવી નથી પણ પોતાની અલગ ઓળખ પણ બનાવી છે.
તમને જણાવી દઈએ કે, એક ઈન્ટરવ્યુમાં શુભાંગીએ કહ્યું હતું કે, ફિલ્મો અથવા વેબસીરીઝમાં બોલ્ડ સીન આપવામાં તેને કોઈ જ સંકોચ નથી. શુભાંગીએ એમ પણ કહ્યું કે, તેને સ્ક્રીન પર બિકીની પહેરવામાં કોઈ સમસ્યા નથી. ફક્ત તેમને સંતોષ થવો જાેઈએ કે દ્રશ્ય અશ્લીલ નથી અને તેમની પુત્રી તેને જાેઈને એવું ન કહે છે કે મમ્મી શું કરે છે?SSS