Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતા બન્ને પાયલોટના મોત

જમ્મુ, જમ્મુ-કાશ્મીરના ઉમધપુર જિલ્લાના શિવગઢ ધારથી સેનાના એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાના અહેવાલ સામે આવ્યા હતા. સૂચના મળતાની સાથે જ સેના અને પોલીસની ટીમને રવાના કરી દીધી હતી. ક્રેશની આ ઘટનામાં બે પાયલટ ઘાયલ થઈ ગયા હતા.

બન્ને પાયલોટને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ દુખદ સમાચાર એ છે કે સારવાર દરમ્યાન બન્ને પાયલોટના મોત નિપજ્યા છે.

પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં ભારે ધુમ્મસ હતો, તેથી તે અત્યારે કહી શકાય નહીં કે તે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું કે ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જમ્મુ -કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે ઉધમપુરના પટનીટોપ વિસ્તાર પાસે હેલિકોપ્ટર પડવાની માહિતી સ્થાનિક લોકોએ આપી હતી. અમે આ વિસ્તારમાં ટીમ મોકલી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.