ભારતનો વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ બ્રેક 590 અબજ ડોલર પર પહોંચ્યો
નવી દિલ્હી, દેશનો વિદેશી મુ્દ્રા ભંડાર હવે રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ચુક્યો છે.29 જાન્યુઆરીએ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 4.85 અબજ ડોલરનો વધારો થયા બાદ હવે તે 590 અબજ ડોલર પર પહોંચ્યો છે.
ભારતીય રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે આ પહેલા 22 જાન્યુઆરીએ દેશ પાસે 585 અબજ ડોલરનુ વિદેશી ચલણ હતુ.જેમાં ફરી એક વખત વધારો થયો છે.
વિદેશી મુદ્રા ભંડાર દેશની બેન્કો દ્વારા જમા કરાવાતી રકમ કે બીજા સ્વરુપે હોય છે.જેનો ઉપયોગ જરુર પડે વિદેશી દેવુ ચુકવવામાં થાય છે.વિદેશી મુદ્રા ભંડારની રકમ દેશની ઈકોનોમીની હાલત પણ દર્શાવતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, 1991માં ભારતે પૈસા એકઠા કરવા માટે પોતાનુ સોનુ ગીરવે મુકવુ પડ્યુ હતુ.40 કરોડ ડોલર મેળવવા માટે ભારતે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પાસે 47 ટન સોનુ ગીરવે મુક્યુ હતુ.
જોકે હવે ભારત પાસે એટલો વિદેશી મુદ્રા ભંડાર છે કે, એક વર્ષની આયાતનુ બિલ સરળતાથી ચુકવી શકાય તેમ છે.વિદેશી મુદ્રા ભંડાર પૂરતો હોવાના કારણે સરકાર સૈન્ય સરંજામ જેવી તાત્કાલિક ખરીદી માટેના નિર્ણય પણ સરળતાથી લઈ શકે છે.