ભારતમાં કોરોનાનો રિકવરી રેટ ૯૭.૨ ટકાએ પહોંચ્યો
નવી દિલ્હી: ભારતમાં કોરોના સામે રિકવરી રેટ સુધરીને ૯૭.૨ ટકા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ અત્યાર સુધીમાં ૫૦ લાખની આસપાસ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. નોંધનીય છે કે, ૧૦ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ૨૪ કલાકમાં એક પણ મોત નથી થયું. આ ઉપરાંત ૪ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં એક પણ કેસ નોંધાયો નથી. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪૯,૫૯,૪૪૫ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨,૪૦૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૨૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૮,૦૨,૫૯૧ થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર) દેશમાં અત્યાર સુધીમાં કુલ ૪૯,૫૯,૪૪૫ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨,૪૦૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૧૨૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૮,૦૨,૫૯૧ થઈ ગઈ છે. નોંધનીય છે કે, ભારતમાં કોવિડની મહામારી સામે લડીને ૧ કરોડ ૪ લાખ ૯૬ હજાર ૩૦૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
૨૪ કલાકમાં ૧૫,૮૫૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૫૧,૪૬૦ એક્ટિવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ ૯૭ ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૮૨૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૪ ફેબ્રુઆરી સુધી ભારતમાં કુલ ૧૯,૯૯,૩૧,૭૯૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના ૨૪ કલાકમાં માત્ર ૭,૧૫,૭૭૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭૫ કેસ નોંધાયા છે.