ભારતમાં ૨ હજારથી વધુ કોરોનાના નવા દર્દી મળ્યા, ૨૪ કલાકમાં ૧૨૩૧ રિકવરી

નવીદિલ્હી, ભારતમાં કોરોના મહામારી હવે કાબુમાં છે. અહીં કોરોનાના ૪ કરોડથી વધુ દર્દી મળ્યા હતા. જાે કે, આમાંતી મોટાભાગના રિકવર થઈ ગયા. અત્યાર સુધી મહામારીની ત્રણ લહેર આવી ચૂકી છે. આરોગ્ય વિશેષજ્ઞો કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાથી ચિંતિત છે. કોરોનાના નવા મળી રહેલા દર્દીઓની સંખ્યા આમ તો હવે ઘણી ઓછી છે પરંતુ આમાં થોડો વધારો જાેવા મળ્યો છે.
ભારતીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૮૦ નવા કેસ નોંધાયા છે. આ પહેલા બુધવારે ૨૪ કલાકમાં ૨૦૬૭ નવા કેસ સામે આવ્યા છે જે મંગળવારે નોંધવામાં આવેલા ૧૨૪૭ નવા કેસોથી વધુ હતા. એટલે કે છેલ્લા ત્રણ દિવસની સરેરાશ જાેઈએ તો કોરોના વાયરસના સંક્રમણમાં તેજી આવી છે.
સરકારી આંકડા અનુસાર ગુરુવારે સવારે ડેલી કોવિડ પૉઝિટિવિટી રેટ ૦.૫૩ ટકા હતો જ્યારે વીકલી કોવિડ પૉઝિટિવિટી રેટ ૦.૪૩ ટકા હતો. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ સમાચાર જણાવી રહ્યા છે કે છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં લગભગ ૪.૫ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા.
દેશમાં અત્યાર સુધી કુલ ૧૮૭.૦૭ કોડ વેક્સીન ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. વળી, હાલમાં ૧૩,૪૩૩ સક્રિય દર્દીઓ છે. દિલ્લી, મુંબઈ સહિત અમુક મહાનગરોમાં આ દર્દીઓની સંખ્યામાં તેજી આવી છે. દિલ્લી રાષ્ટ્રીય રાજધાની છે જ્યાં કોવિડ-૧૯ના કેસોમાં તેજી જાેવા મળી રહી છે. કાલે અહીં કોરોના વાયરસના ૧૦૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા. ૧૦૦૯ નવા સંક્રમણો સાથે શહેરમાં ૧૦ ફેબ્રુઆરી બાદથી સૌથી વધુ કોવિડ-૧૯ કેસ નોંધવામાં આવ્યા.HS