Western Times News

Gujarati News

ફોન-મેસેજ કરી 2 સેકન્ડમાં વોલેટમાંથી 5 કરોડના ક્રિપ્ટોની ઉઠાંતરી

Files Photo

નવી દિલ્હી, Crypto Trader સાથે કરોડોના કૌભાંડનો કેસ સામે આવ્યો છે. એક સ્કેમરે ડોમેનિક લૈકોવોન નામના ટ્રેડરનું આઈ ક્લાઉડ એકાઉન્ટ હેક કર્યા બાદ તેમના એકાઉન્ટમાંથી 6.50 લાખ ડોલર(લગભગ 4.97 કરોડ રૂપિયા)ની ચોરી કરી છે. આ ઘટનાને અંજામ આપવામાં સ્કેમર્સને માત્ર 2 જ સેકન્ડ લાગી હતી.

ટ્રેડર ડોમેનિક લૈકોવોને ટ્વીટર પર આ ઘટનાની જાણકારી આપી છે. તેણે 15 એપ્રિલના રોજ એક ટ્વીટ શેર કર્યું હતું અને આ ઘટના વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, સૌથી પહેલા તેમના પર એક ફોન આવ્યો હતો. તેમને લાગ્યું કે સ્કેમ હશે. પરંતુ જ્યારે કોલર આઈડી પર નંબર ચેક કર્યો તો તેમાં એપલ લખ્યું હતું તેથી તેમણે તે નંબર પર કોલ બેક કર્યો હતો.

ત્યારબાદ તેમને ફોનમાં મોકલાવેલ કોડ પૂછવામાં આવ્યો હતો. કોડ જણાવ્યાની માત્ર 2 જ સેકન્ડમાં તેમનું મેટા માસ્ક (Meta Mask) હટાવી દેવામાં આવ્યું હતું અને એકાઉન્ટમાંથી 6.50 લાખ ડોલર ગાયબ થઈ ગયા હતા. મેટા માસ્ક Crypto Currencyમાં ટ્રેડ કરવા માટેનું વોલેટ હોય છે.

તેમને એ વાતની જાણકારી નહોતી કે, મેટા માસ્ક આઈફોન દ્વારા iCloud પર 12 ડિજિટની સીડ ફ્રેઝ ફાઈલને પોતાની જાતે જ સ્ટોર કરી લે છે. સ્કેમર્સને જેવું આઈ ક્લાઉડનું એક્સેસ મળ્યું તે સાથે જ તેમણે તેને સ્વાઈપ કરીને લૈકોવોનનું એકાઉન્ટ ખાલી કરી દીધું હતું. Crypto Wallet માં એન્ટર કરવા માટે સીડ ફ્રેઝ જરૂરી હોય છે. તેને કોઈની સાથે શેર ન કરવું જોઈએ.

લૈકોવોને ઓનલાઈન કોમ્યુનિટી પાસે મદદ માગી છે અને સાથે જ પૈસા પાછા લાવવામાં મદદ કરનારને 1 લાખ ડોલર(લગભગ 76.15 લાખ રૂપિયા)નું ઈનામ પણ આપવામાં આવશે.

Meta Mask સ્પષ્ટ રીતે આ સીડ ફ્રેઝ ફાઈલને iCould પર કલેક્ટ કરે છે. એવું બની શકે છે કે, સ્કેમરને આ જ રીતે ડોમિનિકના વોલેટનું એક્સેસ મળ્યું હોય અને ત્યારબાદ તેને તેમના ફોન પર મોકલાવેલા એક OTPની જ જરૂર હતી.

જોકે, Meta Mask દ્વારા આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી પરંતુ તેમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં યુઝર્સને ફિશિંગ ઘોટાળા વિશે ચેતવણી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.