Western Times News

Gujarati News

શીખ પરિવારમાં જન્મી આ હિરોઇન, ૧૨ વર્ષ મોટા હીરો સાથે રહ્યું અફેર

મુંબઈ, અમૃતા સિંહનો જન્મ ૯ ફેબ્›આરી ૧૯૫૮ના રોજ રુખસાના સુલ્તાના અને એક સેના અધિકારી શિવિંદર સિંહ વિર્કના ઘરે થયો હતો. તેના પિતા શીખ અને માતા મુસ્લિમ હતી. આ રીતે અમૃતા શીખ અને ઇસ્લામ બંને ધર્મોનું સન્માન કરતી હતી.

જણાવી દઇએ કે, તેની મા ૧૯૭૦ના દશકમાં ભારતીય ઇમરજન્સી દરમિયાન સંજય ગાંધીની રાજકીય સહયોગી હતી. તેણે જૂની દિલ્હીના મુસ્લિમ વિસ્તારોમાં સંજય ગાંધીના નસબંધી અભિયાનનું નેતૃત્વ કરવામાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું.અમૃતા સિંહે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત સની દેઓલ સાથે બેતાબ (૧૯૮૩)થી કરી હતી જેને લોકો આજે પણ પસંદ કરે છે.

સિંહે પોતાને ૧૯૮૦થી ૧૯૯૦ના દશકની શરૂઆતમાં એક લોકપ્રિય એક્ટ્રેસ તરીકે સ્થાપિત કરી. એક્ટિંગના ક્ષેત્રમાં તેને ફિલ્મફેર અવોર્ડ અને ઇન્ડિયન ટેલી અવોર્ડ સહિત ઘણા અવોર્ડ મળ્યા છે.

અમૃતા સિંહે સની દેઓલ બાદ સંજય દત્ત અને રાજ બબ્બર સાથે, તે ઉપરાંત ૧૯૮૦ના દશકના કેટલાંક પ્રમુખ અભિનેતાઓ જીતેન્દ્ર, વિનોદ ખન્ના, અનિલ કપૂર અને અમિતાભ બચ્ચન સાથે પણ લીડ રોલમાં જોડી બનાવી. તેને દરેક એક્ટર સાથે પસંદ કરવામાં આવી હતી.

આ વાત તો તમે પણ ખૂબ જ સારી રીતે જાણતા હશો કે અમૃતાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતાં પરંતુ સૈફ પહેલા તેના દિલમાં કોઇ બીજું પણ હતું.ખરેખર, શરૂઆતમાં અમૃતાની એક કોમન ળેન્ડ દ્વારા ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે મુલાકાત થઇ હતી અને જલ્દી જ તેમની મિત્રતા ગાઢ બની ગઇ.

પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા અને સગાઇ પણ કરી લીધી. બંનેના પરિવાર તેમના લગ્ન કરાવવાના હતાંબાદમાં અમૃતા સિંહને રવિ શાસ્ત્રીની એક શરત સ્વીકાર્ય ન લાગી, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે અભિનેત્રી તેની સાથે લગ્ન કર્યા પછી ફિલ્મો કરવાનું બંધ કરે.

પરંતુ તે આવું બિલકુલ ઈચ્છતી ન હતી અને તેણે સગાઈ પછી પણ આ સિલસિલો ચાલુ રાખ્યો હતો. આ પછી, ફરીથી તેના જીવનમાં વિનોદ ખન્નાની એન્ટ્રી કરી, જેની સાથે તેની મુલાકાત જેપી દત્તા દ્વારા નિર્દેશિત ફિલ્મ બટવારાના સેટ પર થઇ હતી. બંને વચ્ચે પહેલી નજરે જ એવો જાદુ થયો કે બંનેએ સંબંધને આગળ લઈ જવાનો વિચાર કર્યો અને પછી રવિ શાસ્ત્રી સાથેની સગાઈ તોડી નાખી.

અમૃતા સિંહ વિનોદ ખન્ના સાથે એવા સમયે રિલેશનશિપમાં આવી જ્યારે તેઓ તેમની પહેલી પત્ની ગીતાંજલિથી અલગ થઈ ચુક્યા હતા. બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ એવું સાંભળવામાં આવ્યું હતું કે અમૃતા સિંહની માતા તેના માટે મુસ્લિમ છોકરો ઇચ્છતી હતી અને પછી તે વિનોદ ખન્ના સાથે સંબંધ આગળ ન વધી શક્યો. બાદમાં સૈફ અલી ખાનની તેના જીવનમાં એન્ટ્રી થઇ જેની સાથે તે પહેલી નજરમાં પ્રેમમાં પડી ગયો હતો અને તેની માતાએ પણ આ સંબંધને મંજૂરી આપી હતી. અમૃતાએ સૈફ સાથે મુસ્લિમ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા પરંતુ ૨૦૦૪માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. હવે અમૃતા દીકરી સારા અલી અને ઈબ્રાહિમ સાથે રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.