Western Times News

Gujarati News

એક્ટ્રેસ આલિયા ભટ્ટે મેટ ગાલા ૨૦૨૪માં દેશી લુકથી લોકોનું દિલ જીતી લીધુ છે

મુંબઈ, બોલિવૂડની ગ્લેમ ગર્લ આલિયા ભટ્ટે ફરી એક વાર મેટ ગાલા ૨૦૨૪ લુકથી દુનિયાને ચોંકાવી દીધા છે. મેટ ગાલામાં એક્ટ્રેસ ઘાંસૂ એન્ટ્રી મારી હતી. આલિયા ભટ્ટ શાનદાર અંદાજમાં ભારતીય શિલ્પકલાના વિદેશી પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરતી નજર આવી.

હાઇવે એક્ટ્રેસ બીજી વાર મેટ ગાલા ઉપસ્થિતિ માટે મિન્ટ ગ્રીન રંગની સબ્યસાચી સાડી પહેરી. આલિયા ભટ્ટે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે મેસી બન અને બહુ બધી જ્વેલરી પીસેજની સાથે પેયર કરી. આલિયાએ આ લુકને કમ્પ્લીટ કરવા માટે પિંક બ્લક મેક અપ કર્યો છે.

આ સાથે લુકની ચર્ચાઓ હવે શરૂ થઇ ગઇ છે.આલિયા ભટ્ટનો મેટ ગાલા લુક ટિ્‌વટર અને ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. એકમાત્ર મોટી ભારતીય અભિનેત્રી છે જે આ વર્ષના મેગા ઇવેન્ટમાં પહોંચી. વોગ સાથે વાત કરતા એક્ટ્રેસે એ વાતનો ખુલાસો કર્યો છે કે આ સાડી બનવામાં ૧૯૬૫ કલાક લાગ્યા છે અને ૧૬૩ શિલ્પકારોએ તૈયાર કરી છે.

આ સાડી પૂરી રીતે હેન્ડમેડ છે. આલિયા ભટ્ટે ડિઝાઇન માટે ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીને શ્રેય આપ્યો છે જેમને આ ડ્રેસ તૈયાર કર્યો છે. ગાઉન લુક આપતી આ સાડી એક ફ્રિન્ઝ સ્ટાઇલ સાડી છે.આ વર્ષ ૨૦૨૪ મેટ ગાલાનો ડ્રેસ કોડ ધ ગાર્ડન ઓફ ટાઇમ રાખવામાં આવ્યો છે.

૨૦૨૪ મેટ ગાલા કોસ્ચ્યુમ ઇન્સ્ટીટ્યૂટની નવી એક્ઝીબેશન, સ્લીપિંગ બ્યૂટીઝ, રીવાકિંગ ફેશનનું જશ્ન મનાવવામાં આવ્યો. આ વખતે સિતારાઓની થીમ અને ડ્રેસ કોડ અનુસાર સજીધજીને ઇવેન્ટમાં શામેલ થઇ. આ થીમને ફોલો કરતા ઇશા અંબાણીની સાથે મોના પટેલ, સબ્યસાચી મુખર્જી અને આલિયા ભટ્ટ જેવા અનેક સિતારાઓ પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે આલિયાએ મેટ ગાલા ૨૦૨૩માં ડેબ્યુ કર્યુ હતુ. લાસ્ટ યર મેટ ગાલાની થીમ કાર્લ લેગરફેલ્ડઃ એ લાઇન ઓફ બ્યૂટી હતી. આ થીમને ધ્યાનમાં રાખતા એક્ટ્રેસે પ્રબલ ગુરંગ દ્રારા ડિઝાઇન કરી છે અને ખૂબસુરત વ્હાઇટ ગાઉનની પસંદગી કરી.

આ પૂરું ગાઉન મોતિયોથી સજાવેલો હતો.મેટ ગાલા એક ચેરીટી કાર્યક્રમ છે અને ધ મેટ્રોપોલિટન મ્યુઝિમ ઓફ આર્ટના કોસ્ચ્યુમ ઇન્સ્ટીટ્યૂટ માટે ધનરાશિ એકત્ર કરવામાં આવે છે. દર વર્ષે આ વાર્ષિક કાર્યક્રમ રીતે મનાવવામાં આવે છે. આ મેટ ગાલમાં અનેક મોટી હસ્તીઓ જોવા મળતી હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.