ભારતીય ન્યાયાધીશ દલવીર ભંડારીએ રશિયા વિરુદ્ધ વોટ આપ્યો

નવીદિલ્હી, ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે રશિયાને યુક્રેન પર હુમલો કરવાનું તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. રશિયાના હુમલા બાદ યુક્રેન આ મામલો યુએનની ટોચની કોર્ટમાં લઈ ગયો હતો.
જે બાદ આઇસીજેએ રશિયાના પક્ષમાં અને વિરૂદ્ધમાં મતદાન કરવાનો ર્નિણય લીધો હતો. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આઇસીજેમાં ભારતના જસ્ટિસ દલવીર ભંડારીએ પણ રશિયા વિરુદ્ધ વોટ આપ્યો હતો. સાથે જ અમેરિકાએ આઇસીજેના આદેશનું સ્વાગત કર્યું છે.
ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં, ૧૩ ન્યાયાધીશોએ રશિયાની વિરુદ્ધમાં મતદાન કર્યું, જ્યારે માત્ર બેએ તરફેણમાં મતદાન કર્યું. આ ૧૩ જજાેમાં ભારતીય ન્યાયાધીશ જસ્ટિસ દલવીર ભંડારી પણ સામેલ હતા. જ્યારે રશિયાની તરફેણમાં મતદાન કરનારા બે ન્યાયાધીશોમાં વાઇસ પ્રેસિડેન્ટ કિરીલ ગેવર્જિયન (રશિયા) અને જજ સુ હેન્કિન (ચીન) હતા.
જસ્ટિસ દલવીર ભંડારી ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં તેમનો બીજાે કાર્યકાળ પૂરો કરી રહ્યા છે. ૨૦૧૨ માં, તેઓ પ્રથમ કાર્યકાળ માટે ચૂંટાયા હતા જે ૨૦૧૮ સુધી ચાલુ રહ્યા હતા. ભારત દ્વારા તેમને ફરીથી નામાંકિત કરવામાં આવ્યા હતા અને યુકેના નામાંકિત જસ્ટિસ ગ્રીનવુડને હરાવીને આઇસીજેમાં બીજી ટર્મ જીતી હતી.
આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયાને આદેશનું તાત્કાલિક પાલન કરવા હાકલ કરી હતી. ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં રશિયા સામેના તેના કેસમાં યુક્રેને સંપૂર્ણ જીત મેળવી છે.
ઝેલેન્સકીએ કહ્યું કે ઓર્ડરને અવગણવાથી રશિયા વધુ અલગ થઈ જશે આઇસીજેએ આક્રમણને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો છે, જેનું રશિયાએ પાલન કરવું આવશ્યક છે.આઇસીજેએ કહ્યું કે આ આદેશ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ બંધનકર્તા છે. રશિયાએ તરત જ તેનું પાલન કરવું જાેઈએ.HS