Western Times News

Gujarati News

ભારત-ચીન સીમા વિવાદઃ પૂર્વી લદ્દાખ સરહદ પર ઇગ્લા મિસાઇલ સાથે જવાનો તૈનાત

લદ્દાખ, છેલ્લ ઘણા સમયથી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ ધીમે ધીમે ઘટવાને બદલે વધી રહ્યો છે. ચીને ભારત સાથેની સરહદ પર લશ્કરી પ્રવૃતિ પમ વધારી દીધી છે. ત્યારે ભારત પણ ચીનની દરેક ચાલનો જવાબ આપવા માટે સક્ષમ છે. પૂર્વી લદ્દાખ બોર્ડર પર ભારતીય સેનાએ ઇગ્લા મિસાઇલ સાથે જવાનોને તહેનાત કર્યા છે. આ વિસ્તારમાં મહત્વપૂર્ણ ઉંચાવાળી જગ્યાઓ પર ઇગ્લા મિસાઇલ સાથે જવાનોની તહેનાતી કરવામાં આવી છે.

મૂળ રશિયાની બનાવટની આ મિસાઇલ ત્યારે કામ આવશે, જ્યારે દુશ્મન દેશના વિમાનો આપણા એરસ્પેસમાં ઘુસવાનો પ્રયાસ કરશે. સામાન્ય શબ્દોમાં કહીએ તો આ મિસાઇલને ખભા પર રાખીને પ્રહાર કરવાનો હોય છે. આ મિસાઇલ હોલિકોપ્ટર અને ફાઇટર વિમાનને પણ ધરાશયી કરવામાં સક્ષમ છે. એટલે કે દુશ્મનોનું કોઇ પણ વિમાન, ડ્રોન કે હેલિકોપ્ટર આપણા વિસ્તારમાં ઘુસશે તો તેના માટે ઇગ્લા મિસાઇલ ખતરા સમાન છે.

ભારતીય થળસેના અને વાયુસેના બંને દ્વારા આ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માત્ર આટલું જ નહીં પણ ભારતે સરહદ પર દુશ્મનો પર નજર રાખવા માટે રડાર તેમજ એર મિસાઇલ સિસ્ટમની પણ ગોઠવણ કરી છે. ઉલ્લેખનીય છે કે ગલવાન ઘાટી આસપાસ પેટ્રોલિંગ કરતા જવાનોએ પાછલા કેટલાક સમયમાં અનેક વખત ચીનીન હેલિકોપ્ટરોએ ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા જોયા છે.  સિવાય હાલમાં જ ચીફ ઓફ ડિફેન્સ મેજર જનરલ બિપિન રાવતે પણ કહ્યું છે કે ભારતીય સેના કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.