ભારત-જાપાન સંબંધો વધુ ગાઢ બનશે અને વધુ ઊંચાઈઓ સર કરશે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાપાનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકમાં પ્રારંભિક ટિપ્પણી
અમે આજે આ દુ:ખના સમયમાં મળી રહ્યા છીએ. આજે જાપાન આવ્યા પછી હું મારી જાતને વધુ ઉદાસ અનુભવું છું. કારણ કે છેલ્લીવાર જ્યારે હું આવ્યો ત્યારે આબે સાન સાથે મારી બહુ લાંબી વાત થઈ હતી અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ગયા પછી મારે આવા સમાચાર સાંભળવા પડશે.
આબે સાન અને તમે તેમની સાથે વિદેશ મંત્રી તરીકે પણ ભારત-જાપાન સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ ગયા અને અનેક ક્ષેત્રોમાં તેનો વિસ્તાર કર્યો અને આપણી મિત્રતાએ પણ વૈશ્વિક અસર ઊભી કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી, ભારત અને જાપાનની મિત્રતા અને આ બધા માટે આજે ભારતના લોકો આબે સાનને ખૂબ યાદ કરે છે, જાપાનને ખૂબ યાદ કરે છે. ભારત હંમેશા તેને એક રીતે મિસ કરી રહ્યું છે.
પરંતુ મને ખાતરી છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાન સંબંધો વધુ ગાઢ બનશે અને વધુ ઊંચાઈઓ સર કરશે. અને હું દ્રઢપણે માનું છું કે આપણે વિશ્વની સમસ્યાઓના ઉકેલમાં યોગ્ય ભૂમિકા ભજવી શકીશું.