Western Times News

Gujarati News

નેહા, તનિષ્ક બાગ્ચી અને જાનીએ સોન્ગને પહેલા કરતાં સારું બનાવ્યું છે: ધનાશ્રી

મુંબઈ, વર્ષ ૧૯૯૯માં આવેલું ફાલ્ગુની પાઠકનું આઈકોનિક સોન્ગ મેંને પાયલ છનકાઈ હૈ’નું રિમેક વર્ઝન રિલીઝ કર્યું ત્યારથી નેહા કક્કડ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરી રહી છે. કેટલાક યૂઝર્સ તો તેને જેલની સજા આપવાનું કહી રહ્યા છે તો કેટલાકનું કહેવું છે કે તેણે બાળપણની યાદોને બર્બાદ કરી દીધી.

ફાલ્ગુની પાઠક પોતે પણ આ મામલે પ્રતિક્રિયા આપતાં સોન્ગ જરાય ગમ્યું ન હોવાનું તેમજ સાંભળ્યા બાદ તેમને ઉલ્ટી જેવું થતું હોવાનું કહ્યું હતું. આ સિવાય તેમણે તેમ પણ કહ્યું હતું કે, તેમની પાસે સોન્ગના રાઈટ્‌સ નથી, નહીં તો લીગલ એક્શન જરૂરથી લેત.

કોન્ટ્રોવર્સની વચ્ચે મ્યૂઝિક વીડિયોમાં નેહા કક્કડની સાથે જાેવા મળેલી ધનાશ્રી વર્મા અને પ્રિયાંક શર્માએ વખાણ કરતાં, ઓરિજિનલ કરતાં રિમેક સારું હોવાનું કહ્યું હતું. ફાલ્ગુની પાઠકનું સોન્ગ ‘મેંને પાયલ હૈ છનકાઈ’ સાંભળીને હું મોટી થઈ છું. હું જાણતી હતી કે રિક્રિએટ કર્યા બાદ સોન્ગને વધું પ્રેમ મળશે.

જ્યારે અમને સોન્ગ ફરીથી બની રહ્યું હોવાની જાણ થઈ ત્યારે ખુશ થયા હતા. કમ્પોઝર- નેહા, તનિષ્ક બાગ્ચી અને જાનીએ સોન્ગને પહેલા કરતાં સારું બનાવ્યું છે. તેઓ જે કરવા માગતા હતા તેને ન્યાય આપ્યો છે’, તેમ ધનાશ્રી વર્માએ મિડ-ડે સાથે વાતચીત કરતાં કહ્યું હતું. તો પ્રિયાંક શર્માએ સોન્ગ માટે ‘હા’ પાડવામાં એક મિનિટ પણ ન લીધી હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે ‘કમ્પોઝરે આઈકોનિક સોન્ગને પૂરતો ન્યાય આપ્યો છે.

ટીમ ખૂબ જ સુંદર હતી અને તેમની સાથે કામ કરવાની મજા આવી. અમે બધા, ડાન્સર્સ અને કોરિયોગ્રાફર બોસ્કો સરથી પ્રેરિત થયા હતા અને તેમની સાથે કામ કરવું તે મોટી વાત છે. હકીકતમાં ‘ઓ સજના’નો ભાગ બનવું તે સૌભાગ્યની વાત છે. હાલમાં જ વાતચીત કરતાં ફાલ્ગુની પાઠકે કહ્યું હતું કે ‘મને ચાર દિવસ પહેલા સોન્ગના રિમિક્સ વર્ઝન અંગે જાણકારી મળી હતી. મારી પ્રતિક્રિયા જરાય સારી નહોતી.

ઓરિજિનલ સોન્ગના રાઈટ્‌સ મારી પાસે ન હોવાથી હું કોઈ લીગલ એક્શન પણ લઈ શકું તેમ નથી. વીડિયો અને પિક્ચરાઈઝેશનમાં જે નિર્દોષતા હતી તેનો સત્યાનાશ વાળી દીધો છે.

નેહા કક્કડે પણ આડકતરી રીતે ઘણું કહી દીધું હતું. તેણે પોતાને ઈશ્વરની સંતાન ગણાવી હતી અને કહ્યું હતું કે ઈશ્વર તેને ખુશ રાખવાનો માર્ગ હંમેશા શોધી લે છે. તેણે ઉમેર્યું હતું કે, જે લોકો તેની સફળતા જાેઈને દુઃખી છે તેના માટે તેને ખરાબ લાગે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.