ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા નગરપાલિકામાં સુરક્ષા કવચ બંધન કાર્યક્રમ યોજાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Khedbrhma-1024x853.jpg)
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માની મહિલા પાંખ દ્વારા ખેડબ્રહ્મા નગરપાલિકા ના સભાખંડમાં તારીખ ૨- ૯-૨૧ ના રોજ બપોરે ૧૨ઃ૩૦ વાગે સુરક્ષાકવચ બંધન કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ની બહેનોએ નગરપાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓને કોરોના મહામારી અને અન્ય સમયે કરેલ સરાહનીય કામગીરીને બિરદાવી તેમની રક્ષાની પ્રાર્થના કરી સીત્તેર જેટલા કર્મચારીઓને સુરક્ષાકવચ બાંધવામાં આવ્યું તથા સૌને મીઠાઇ તથા ગિફ્ટ આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં ભારત માતાનું પૂજન કરી વંદે માતરમ ગાન કરાતા સભાખંડ નું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. ભારત વિકાસ પરિષદ ની મહિલા સંયોજક સ્મિતાબેન જાેશીએ સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો તથા હાર્દિક ભાઈ સગરે ભારત વિકાસ પરિષદ અને તેની પ્રવ્રુત્તિઓ વિષે સૌને માહિતગાર કર્યા હતા.
નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટે કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન કર્યું હતું તથા ખેડબ્રહ્મા શહેર માં કચરો ગમે ત્યાં ન નાખી, પાણીનો બગાડ ન કરી ખેડબ્રહ્મા ને સ્વચ્છ બનાવવા સૌની અપીલ કરી હતી. હાર્દિકભાઈ સગરે ભારત વિકાસ પરિષદ નો પરિચય આપ્યો હતો અને વિષય અનુરૂપ વાત કરી હતી.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ સાગરભાઇ પટેલ, ઉપપ્રમુખ જીગ્નેશભાઈ જાેશી, પ્રવિણસિંહ સોલંકી તથા એસ.આઈ. નરેન્દ્રસિંહ, નગરપાલિકાનો અન્ય સ્ટાફ તથા ભારત વિકાસ પરિષદના સદસ્યો હાજર હતા. કાર્યક્રમને અંતે આભાર વિધિ ગુરુવંદના પ્રકલ્પ ના સંયોજક સુરેશભાઇ પટેલે કરી હતી.અંતે રાષ્ટ્રગીતનું ગાન થયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરતી બહેને કર્યું હતું.