ભિલોડા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/21-6-1024x683.jpg)
પ્રતિનિધિ ધ્વારા, ભિલોડા: ભિલોડા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે ઈ-લોકાર્પણ ગાંધીનગર ખાતેથી કરાયું હતું.
ભિલોડા તાલુકા પંચાયતનું વર્ષો જુનું મકાન જર્જરીત બનતા રૂા.ર૮૪.૯૦ લાખના ખર્ચે અદ્યતન નવનિર્મિત આધુનિક સુવિધાઓથી સજ્જ ભિલોડા તાલુકા પંચાયત કચેરીનું ઈ-લોકાર્પણ કરાતા અરજદારોમાં આનંદની લાગણી પ્રસરી છે.અરવલ્લી જીલ્લા કક્ષાના વહીવટી તંત્રના અધિકારીઓ,પદાધિકારીઓ,રાજકીય,સામાજીક આગેવાનો,સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.