Western Times News

Gujarati News

મંદાર ચંદવાદકર અને રાજ અનડકટની તબિયત ખરાબ

મુંબઈ, ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં સેટ પરથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આ ખબર સાંભળીને ફેન્સ પરેશાન થઇ શકે છે. રિપોર્ટ્‌સની માનીયે તો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ભિડેનો રોલ અદા કરનારા મંદાર ચંદવાદકરનું સ્વાસ્થ્ય ઠિક નથી. તેને શરદી અને વાયરલ છે.

સેટ પર બાકીનાં લોકોનું ધ્યાન રાખતાં મંદારે થોડા સમય માટે શૂટિંગ બંધ કરવાનો ર્નિણય લીધો છે. આ ખબરનાં થોડાં જ સમય પહેલાં શોનાં નિર્માતા આસિત મોદીએ શૂટિંગ બંધ કરવાનો ર્નિણય લીધો હતો.

ઇ ટાઇમ્સનાં રિપોર્ટ મુજબ, ટપ્પૂની ભૂમિકા અદા કરનારો રાજ અનડકટ ગત કેટલાંક સમયથી શૂટિંગ સમયે જ આવે છે. અને જ્યારે તેન સીન હોય ત્યારે તે આવતો અને પછી જતો રહેતો. પણ હાલમાં જ આવેલી ખબર મુજબ રાજ અનડકટ ગત બે દિવસથી સેટ પર આવ્યો નથી. આ વિશે જાણકારી આપતાં એક સૂત્રએ કહ્યું કે, કોઇ નથી જાણતું કે તેને શું સ્વાસ્થ્યમાં ખરાબી છે પણ કદાચ તેને વાયરલ ફિવર છે. આ વર્ષે માર્ચમાં મંદાર ચંદવાદકર કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયો હતો.

મંદાર જાેકે, આજે બપોરે સેટ પર પરત આવી ગયો છે. અને શૂટિંગ સામાન્ય સ્થિતિમાં ચાલી રહી છે. આ વિશે વાત કરી મંદારે કહ્યું હતું કે, હા, હું અસ્વસ્થ હતો, વાસ્તવમાં ગત રોજ મારા બધા જ સીન હતાં જેનું શૂટિંગ ન થઇ શક્યું. ગણપતિ સીન્સનું શૂટિંગ થવાનું હતું. આ કલે ન થઇ શક્યું.” આપને જણાવી દઇએ કે, શોનાં ઘણાં બધા કલાકાર કોરોનાની ચપેટમાં આવી ગયા હાતં. જેને કારણે શોનાં પ્રોડ્યુસર આસિત મોદી ઘણી સાવધાની રાખી રહ્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.