Western Times News

Gujarati News

માતાનું ભરણપોષણ બંધ કરવા પુત્રની કોર્ટમાં અરજી

અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવાને હાઇકોર્ટ સમક્ષ કહ્યું કે, મારી માતા ૩ પુરુષો સાથે લીવ ઇન રિલેશનમાં રહે છે. તે છતાં પણ પિતા પાસેથી ૧૮ વર્ષથી ભરણપોષણ પણ લે છે. આ યુવાને માતાને અપાતુ ભરણપોષણ બંધ કરવા માટે અરજી કરી છે. ૧૯ વર્ષનો યુવાન દીકરો એક વર્ષનો હતો ત્યારથી જ માતા સાથે રહે છે.

કોર્ટે એમિકસ ક્યૂરીની નિમણૂક કરીને આવા કેસમાં ભરણપોષણની રિકવરી કરી શકાય કે કેમ તે અંગે માર્ગદર્શન માગ્યું છે. જેની આગામી સુનાવણી ૧૪ સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ૧૯ વર્ષનો યુવાન કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. તેણે કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી છે કે, તેની માતાએ પિતા સામે કરેલા ભરણપોષણ અને છૂટાછેડાની અરજી પર સુનાવણી છે. તેની માતા અલગ-અલગ સમયે ૩ પુરૂષો સાથે લીવ ઇનમાં રહે છે.

છતા મારા પિતા પાસેથી ભરણપોષણ મેળવીને તેમને છૂટાછેડા નથી આપતી. મારા પિતા સરકારી નોકરી કરે છે, તેમણે મારી માટે આજ સુધી પ્રમોશન કે બદલી સ્વીકારી નથી. મારી માતા મને તેમની સાથે અઠવાડિયામાં એકવાર મળવા જવા દે છે. જ્યારે આ ૩ પૈકી એક પુરૂષ ઘરે આવતો ત્યારે મને માતા કહેતી કે, મામા છે પરંતુ સમજણા થયા પછી મને આ બધુ સમજાઇ રહ્યું છે. મને હવે પિતા પાસે રહેવા જવું છે. માતાએ મારા ભણવાના ખર્ચના નામે ભરણપોષણની રકમ વઘારવા માટેની પણ અરજી કરી છે. તેની જાણ પુત્રને થતા તેણે પણ વકીલ દ્વારા અલગથી અરજી કરી છે. પુત્રને હવે પિતા સાથે રહેવા જવું છે.

પુત્રએ જણાવ્યુ કે, માતાના વર્તનથી મિત્રોમાં પણ મને શરમ આવે છે. માતા મને પિતા પાસે જવા દેતી નથી. ગુજરાત હાઇકોર્ટે નીમેલા એમિકસ ક્યૂરીને ૧૪મી સપ્ટેમ્બરે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. જેમા માતા અને પિતા બંનેને ઓનલાઇન હાજર રહેવા જણાવ્યું છે. આ સાથે અત્યાર સુધીની ભરણપોષણની રકમ પરત લઇ શકાય કે નહીં તે અંગેની જાેગવાઇઓ પણ રજૂ કરવાનો આદેશ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.