મનીષ પૌલ અમિતાભ બચ્ચનને મળવા પહોંચ્યો
મુંબઈ: ટેલિવિઝન હોસ્ટ, કોમેડિયન અને એક્ટર મનીષ પૌલ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો મોટો ફેન છે. તે ક્યારેય પણ સીનિયર એક્ટર પ્રત્યેનો તેનો પ્રેમ વ્યક્ત કરવાની તક જતી કરતો નથી. ૧૧ ઓક્ટોબરે અમિતાભ બચ્ચનનો ૭૮મો જન્મદિવસ હતો ત્યારે મનીષે બાળપણની યાદોને વાગોળતા તેમની સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી.
મનીષ પૌલ ક્યારેય અમિતાભ ‘સર’ સાથે મુલાકાત કરવાની તક ચૂકતો નથી અને જ્યારે પણ એક્ટર તેની આસપાસ શૂટિંગ કરતા હોય અને આ અંગે જેવી મનીષને જાણ થાય કે તરત જ તે તેમને મળવા માટે શૂટિંગ સેટ પર પહોંચી જાય છે.
હાલમાં, જ્યારે મનીષને જાણ થઈ કે અમિતાભ બચ્ચન નજીકમાં ક્યાંક શૂટિંગ કરી રહ્યા છે, તેણે આ તક પણ ઝડપી લીધી અને પોતાના બ્રેક ટાઈમમાં તેમની સાથે મુલાકાત કરવા માટે પહોંચી ગયો. મહામારી અને દેશવ્યાપી લોકડાઉનના કારણે બંને વચ્ચે ઘણા મહિનાઓ બાદ મુલાકાત થઈ.
સામાન્ય રીતે, મનીષ જ્યારે પણ સીનિયર એક્ટરને મળે છે ત્યારે તેમને પગે લાગે છે અને ભેટે છે. જો કે, અત્યારે જે સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં તે ન તો તેમને પગે લાગી શક્યો કે ન તો તેમને ભેટી શક્યો.
આ વાતનો એક્ટરને ખૂબ વસવસો થયો. પોતાના અનુભવ વિશે વાત કરતાં મનીષ પૌલે કહ્યું કે, ‘અમિત સર સાથે મુલાકાત કરવી તે મારા માટે સૌભાગ્યની વાત છે. તેઓ મારી પ્રેરણા છે અને આજે પણ તેઓ મને પ્રેરિત કરતાં રહે છે. તેથી જ્યારે પણ તેમને મળવાની તક મને મળે છે ત્યારે હું તેને જતી કરતો નથી. લોકડાઉનના કારણે તેમને મળી શક્યો નહોતો. મને જાણ થઈ કે હું જ્યાં મારા શોનું શૂટિંગ કરી રહ્યો છું ત્યાં નજીકમાં જ તેઓ દ્ભમ્ઝ્રનું શૂટિંગ કરી રહ્યા છે,
મેં તરત જ તેમને મળવાનું નક્કી કર્યું. મહામારીના કારણે તેમજ ખાસ કરીને અમિત સરની હેલ્થને ધ્યાનમાં રાખીને અમે સેફ્ટી પ્રોટોકોલનું પાલન કર્યું. હું તેમને પગે ન લાગી શક્યો તેનું દુઃખ થાય છે. જો કે, તેમની સાથે વાતચીત કરીને મજા આવી.