મને મારવામાં આવ્યો આતંકી જેવો વ્યવહાર કરવામાં આવ્યો: અર્ણબ ગોસ્વામી

મુંબઇ, મુંબઇ પોલીસે રિપબ્લિકન ટીવીના એડિટર ઇન ચીફ અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજે સવારે સ્વામીની તેમના ઘરમાંથી ધરપકડ કરી છે ધરપકડ બાદ કેદી વાહનમાં લઇ જતી વખતે ગોસ્વામીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે પોલીસે મને માર માર્યો છે મારી પિટાઇ કરી છે. મારી સાથે આતંકી જેવો વ્યવહાર કરવામાં આવ્યું છે તેમણે એ પણ કહ્યું કે મુંબઇ પોલીસે તેમની પત્ની અને પુત્ર તથા સાસુ સસરાની સાથે પણ મારપીટ કરી છે.
રિપોર્ટ અનુસાર ગોસ્વામીની ઇટીરિયલ ડિઝાઇનર અનવય નાઇક અને તેની માતા કુમુદ નાયકની ૨૦૧૮માં થયેલ મોતથી જાેડાયેલ એક મામલામાં ધરપકડ કરવામાં આવી છે.જાે કે રિપબ્લિક ટીવીનો દાવો છે કે જે કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે તે મામલો કયારનો પણ બંધ થઇ ચુકયો છે. ટીવી દ્વારા જારી કરવામાં આવેલ ફુટેજ અનુસાર ધરપકડના સમયે અર્ણબ ગોસ્વામી અને પોલીસ વચ્ચે નોકઝોક પણ થતી જાેવા મળે છે.
ગોસ્વામીના પરિવાર અનુસાર તેમને વાળ પકડી ઉઠાવી લેવામાં આવ્યા અને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા તેમનો ફોન પણ છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.તેમણે કહ્યું હતું કે પોલીસે અમારી સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો છે.
દરમિયાન ગોસ્વામીની ધરપકડ કરવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપ અને કેન્દ્રીય મંત્રીઓએ આ અંગે મહારાષ્ટ્ર પોલીસની ટીકા કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશીએ કહ્યું કે પોલીસે જે રીતે ગોસ્વામીની ધરપકડ કરી છે તે શર્મનાક છે.મહારાષ્ટ્ર સરકારે બદલાની કાર્યવાહી કરી છે પ્રેસની સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમત શાહ,રવિશંકર પ્રસાદ અને કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાયે પણ ગોસ્વામીની ધરપકડની ટીકા કરી છે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિરોધ પક્ષ પર હુમલો કરતા કહ્યું કે ગોસ્વામીની વિરૂધ્ધ સોનિયા ગાંધીના ઇશારા પર એફઆઇઆર દાખલ કરવામાં આવી છે આ ચોથા સ્તંભ પર હુમલો છે. એ યાદ રહે કે ગોસ્વામી પાલધર લિચિંગથી લઇ સુશાંત સિંહ રાજપુત જેવા મામલામાં વિરોધ પક્ષ પર હુમલાવર રહ્યાં છે અને વિરોધ પક્ષને કઠેડામાં ઉભા કરે છે આથી ખોટા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.HS