મહારાષ્ટ્રના ડે.સીએમ અજીત પવાર પણ કોરોનાની ચપેટમાં
મુંબઇઃ દેશમાં ધીમે-ધીમે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે સોમવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજીત પવાર કોરોનાની ચપેટમાં આવી ગયા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ અજીત પવારે ટ્વીટ કરીને માહિતી આપી કે, કોરોના પોઝિટિટ થયા બાદ તેમને મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ પોઝિટિવ થયાના ત્રીજા દિવસે અજીત પવાર પણ બીમારીમાં સપડાયાના સમાચાર આવ્યા છે. ફડણવીસે શનિવારે કહ્યું હતું કે તેઓ કોરોના પોઝિટિવ થયા છે અને સરકારી હોસ્પિટલમાં દાખલ થયા છે.