મહારાષ્ટ્રે ૫૬ ટકા રસીના ડોઝનો ઉપયોગ નથી કર્યોઃ જાવડેકર
મુંબઈ, એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે તો બીજી તરફ હજી પણ કોરાનાની રસી મુકવાની કામગીરીની ગતિ અંગે સવાલ ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના મંત્રી પ્રકાશ જાવેડકરે મહારાષ્ટ્ર સરકાર પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે.
જાવડેકરે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રને કોરોનાની રસીના ૫૪ લાખ ડોઝ અપાયા હતા પણ ૧૨ માર્ચ સુધી મહારાષ્ટ્રમાં માત્ર ૨૩ લાખ ડોઝ લોકોને અપાયા છે.આમ ૫૬ ટકા વેક્સીનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.બીજી તરફ શિવસેનાના સાંસદ રાજ્ય માટે વધારે વેક્સીન માંગી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, આ પહેલા કોરોનાકાળમાં મહારાષ્ટ્ર સરકારનો ગેરવહીવટ જાેવા મળ્યો હતો અને હવે કોરોનાની વેક્સીન મુકવામાં પણ ગેરવહીવટ જાેવા મળી રહ્યો છે. દેશના જે પાંચ રાજ્યોમાં કોરોનાનુ સંક્રમણ ફરી વધ્યુ છે તેમાં મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટક તથા ગુજરાત અને તામિલનાડુનો સમાવેશ થાય છે.ભારતમાં હાલમાં જેટલા કોરોના કેસ એક્ટિવ છે તેમાં ૭૬ ટકા કેસ મહારાષ્ટ્ર, કેરલ અને પંજાબમાં છે.