મહિલાની ચાલચલગત અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી
રાજકોટ: રાજકોટના તાલુકા પોલીસ મથકમાં અનોખો કિસ્સો નોંધાયો છે. શહેરના કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી મહિલાને સોશિયલ મિડીયામાં ટીક ટોક ફ્રેન્ડ બન્યા બાદ સુરતની બે સગી બહેનોએ ઇન્સ્ટાગ્રામ પર મહિલાની ચારીત્ર્ય અને ચાલચલન વિશે ખરાબ બોલી ખોટી વાતો કરી બદનામ કરી દેવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.
તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં સુરત મોટાવરાછામાં રહેતી ક્રિષ્ના રાખોલીયા અને એ જ ફલેટમાં રહેતી રશ્મી વેકરીયાના નામ આપ્યા છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાનું ઇન્સ્ટાગ્રામમાં તેમાં પોતાના ૫૨ હજાર જેટલા ફોલોઅર્સ છે. પોતે ઇન્સ્ટાગ્રામમાં કાયદાને લગતા તથા પર્સનલ ફોટોઝ અને વીડિયો અપલોડ કરે છે. પોતે મોબાઇલમાં ટિક ટોક એપમાં કાયદાના વિડીયો બનાવી અપલોડ કરતી હતી. જેથી આ ટિકટોક વીડિયો જાેઇ ક્રિષ્ના રાખોલીયા પ્રભાવિત થઇ પોતાને મેસેજ કર્યો હતો કે , હું તમારાથી ખૂબ જ પ્રભાવિત થઇ છું’ હું રાજકોટ તેમને મળવા આવું છું. તેમ કહી પોતાની પાસેથી મોબાઇલ નંબર મેળવી પોતાની સાથે વાતચીત કરી હતી.
જે બાદ ૨૦/૩ના રોજ ક્રિષ્ના અને તેની સગીબહેન રશ્મીએ કહ્યું હતુ કે, અમારી પાસે કોઇ વાહન ન હોય જેથી પોતાને મળવા આવી શકે તેમ નથી. તમે અહીં આવો એમ કહીને એક પોતાની મિત્રનું સરનામુ આપ્યુ હતું. ત્યાં જતા જાણ થઇ કે, ક્રિષ્ના તેની બહેનપણી શીલ્યાના ફલેટમાં હતી. ત્યાં બીજા અન્ય પુરૂષો પણ હાજર હતા.
ત્યાં પોતે થોડીવાર બેઠા ત્યારે તે લોકોની વાતચીત પરથી પોતાને ક્રિષ્નાનો વ્યવહાર તથા ચારીત્ર્ય પર શંકા જતા પોતે થોડો સમય રોકાયા બાદ ત્યાંથી જતા રહ્યા હતા. બાદ ક્રિષ્નાને ઘણા બોયફ્રેન્ડ હોવાની અને તેની ચાલ ચલન સારૂ ન હોવાથી ખબર પડી હતી અને પોતે પોતાના ઇન્સ્ટાગ્રામમાં જે ફોલોઅર્સ ક્રિષ્નાના છે.
તે ફોલોઅર્સ પોતાની સાથે વાતચીત કરતા હોય તે વાત ક્રિષ્ના ન ગમતા પોતે ધીમે ધીમે ક્રિષ્ના સાથેનો સંપર્ક ઓછો કરી નાખ્યા હતો. આ વાતની ક્રિષ્નાને ખબર પડતા પોતાની પર્સનલ લાઇફ વીશે ખોટી માહિતી બધાને આપવા લાગતા આ બાબતે પોતે અગાઉ ક્રિષ્નાને ફોન પર પોતાના વિશે આવું નહી બોલવા જણાવતા જે તે વખતે આ ક્રિષ્નાએ પોતાની પાસે માફી માંગી હતી. બાદ પોતે તેની સાથેના તમામ કોન્ટેકટ તોડી નાખ્યા હતા.
બાદ ગઇ તા. ૨૭/ ૧૧/૨૦૨૦ના ફરિયાદી તેમના પતિના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ એપમાં પોતાનું એકાઉન્ટ ખોલી જાેતા હોય ત્યારે આ ક્રિષ્ના રાખોલીયાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાઇવ થઇ તેની સાથે તેની બહેન રેશમીબેન વેકરીયા પણ તેની સાથે હોય અને ઇન્સ્ટાગ્રામમાં અન્ય એકાઉન્ટવાળાઓને લાઇવ કરી અશોભનીય વાતો કરતા હતા.
તેમજ ફરિયાદીના દૂરના ભાઇ પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લાઇવ જાેતા હતા. આ ક્રિષ્નાએ ફરિયાદી વિશે કહ્યું હતું કે, તે ટૂકા ટૂકા કપડા પહેરતી હોય તેમજ તેને દસ વર્ષથી લગ્ન થયા હોય પરંતુ બાળક રહેતુ ન હોય અને બોયફ્રેન્ડ માટે નાની બહેન રશ્મીબેન પાસે કોઇ બોયફ્રેન્ડ હોય તો બોયફ્રેન્ડની માંગણી કરી હોય સહિતની બાબતે બદનામ કર્યા હતા.
તેમજ ઇન્સ્ટાગ્રામમાં લાઇવમાં ખુલ્લેઆમ ધમકી આપી હતી કે હું મરીશ તો તમને ચારને લેતી જઇશ તેમ ધમકી આપી હતી. આથી પોતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ક્રિષ્ના રાખોલીયા અને રશ્મી લ વેકરીયા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.