Western Times News

Gujarati News

DHFLની નાદારીની પ્રક્રિયા: પિરામલની બિડમાં હજારો થાપણદારોનું હિત સલામત છે

ડીએચએફએલના કુલ રૂ. 87,000 કરોડનું ઋણ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. એમાંથી રૂ. 58,000 કરોડનું ઋણ સરકારી બેંકો અને અન્ય સરકારી કંપનીઓનું છે. ડીએચએફએલ ખાનગી સંસ્થાઓ (બેંકો, એમએફ, ખાનગી વીમાકંપનીઓ વગેરે)નું રૂ. 10,000 કરોડનું અને વિદેશી સંસ્થાઓનું અન્ય રૂ. 10,000 કરોડનું ઋણ ધરાવે છે. વળી ડીએચએફએલમાં 55,000થી વધારે રિટેલ ગ્રાહકો અને સંસ્થાઓ રૂ. 5,400 કરોડની રકમ જમા છે.

દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) ભારતની નવી આઇબીસી આચારસંહિતા હેઠળ નવેમ્બર, 2019થી નાદારી સંબંધિત ઠરાવ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.

આઇબીસીમાંથી પસાર થઈ રહેલી આ પ્રથમ નાણાકીય સેવા પ્રદાતા કંપની હોવાની બાબતને ધ્યાનમાં રાખીએ તો ઘણી રીતે આ નાણાકીય સેવાના ક્ષેત્રમાં અન્ય નાદારીની પ્રક્રિયાઓ માટે માપદંડ બનવાની સાથે માઠી અસરનો ભોગ બનેલા નાણાકીય ક્ષેત્રમાં અનુગામી કે પશ્ચાતવર્તી અસર કરશે.

આઇબીસી કાયદા મુજબ અન્ય ઉદ્યોગોમાં કાર્યરત કંપનીઓથી વિપરીત નાણાકીય સેવા પ્રદાન કરતી કંપનીઓને આઇબીસીમાં આરબીઆઈ જ લાવી શકે, નહીં કે નાણાકીય કે કાર્યકારી ધિરાણકારો. આરબીઆઈએ ડીએચએફએલ માટે એક વહીવટદારની નિમણૂક કરી છે, જે નવેમ્બર, 2019થી કંપનીની કામગીરીનું સંચાલન કરે છે.

પિરામલ નાદારીની પ્રક્રિયામાં ડીએચએફએલ માટેની  બિડ પ્રક્રિયામાં મોખરાની કંપની તરીકે બહાર આવી છે, જે વિવિધ બિડનું મૂલ્યાંકન કરવા માટે રચવામાં આવેલી ધિરાણકારોની સમિતિ (સીઓસી)એ નક્કી કરેલા માપદંડોમાં સૌથી વધુ સ્કોર ધરાવે છે. આ દ્રષ્ટિએ ઓકટ્રી કેપિટલ બીજા સ્થાને છે. આ બંને બિડર દ્વારા એફડીધારકોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે અલગ-અલગ પ્રક્રિયા સૂચવવામાં આવી છે.

બિડિંગના પ્રાથમિક તબક્કાથી પિરામલે એની બિડમાં એફડીધારકોને ઠરાવ પ્રક્રિયામાં આઇબીસી ઠરાવ દ્વારા સીઓસીએ કરેલી ઓફરથી વધારે ઓફર રજૂ કરી છે. પિરામલે એફડીધારકોને સીઓસી જે રકમ ચુકવવાની મંજૂરી આપે એનાથી 10 ટકા વધારે રકમ ચુકવવાની ઓફર કરી છે.

પિરામલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમારા દરેક વ્યવસાયમાં સામાજિક પ્રદાનનું મહત્ત્વ પિરામલનું અભિન્ન અંગ છે.’ પિરામલે ઉમેર્યું હતું કે, ‘ડીએચએફએલ 75,000થી વધારે રિટેલ ફિક્સ્ડ ડિપોઝિટધારકો ધરાવે છે, જેમાંથી મોટા ભાગના ઓછી કે મધ્યમ આવક ધરાવતા લોકો છે, જેમણે તેમની મહેનતની કમાણીમાંથી કરેલી બચતનું રોકાણ નાની ડિપોઝિટમાં કર્યું છે.’

પિરામલે જણાવ્યું હતું કે, ‘અમે અમારી બિડમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ધિરાણકારોની સમિતિ ફિક્સ્ડ ડિપોઝિટધારકોને જે કોઈ રકમ આપવાનો નિર્ણય કરશે એના ઉપર અમે 10 ટકા રકમ વધારે આપીશું. ડીએચએફએલની નાદારીની પ્રક્રિયા શરૂ થવાથી સૌથી વધુ ભોગ એના થાપણદારો બન્યાં છે, જેમને રાહત આપવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે.’

બિડિંગના છેલ્લાં રાઉન્ડમાં ઓકટ્રીએ આવી જ ઓફર કરે છે અને દાવો કર્યો છે કે, અત્યારે સુધી પિરામલે એફડીધારકોને વધુ રૂ. 150 કરોડની ચુકવવાની ઓફર કરે છે, જેની સામે તેઓ એફડીધારકોને વધુ રૂ. 300 કરોડ ચુકવશે.

જોકે ઓકટ્રીએ રજૂ કરેલું ચુકવણીનું માળખું જટિલ છે. બિડરે ડીએચએફએલની વીમા પેટાકંપનીના વેચાણમાંથી પ્રાપ્ત થનારી આવકમાંથી આ રકમ ચુકવવાની ખાતરી આપી છે. ડીએચએફએલની નાદારીમાં એની વીમા પેટાકંપની સામેલ છે.

ઓકટ્રી વિદેશી સંસ્થા હોવાથી એને વીમા વ્યવસાયની માલિકી ધરાવવામાં અને પછી એનું વેચાણ કરવામાં કેટલાંક કાયદેસર પડકારોનો સામનો કરવો પડશે, કારણ કે વીમા ક્ષેત્રમાં વિદેશી માલિકીની મંજૂર મહત્તમ મર્યાદા 49 ટકા છે.

એટલે એની એફડીધારકોને વધારાની રકમની ચુકવણી ડીએચએફએલની વીમા પેટાકંપનીના વેચાણમાંથી પ્રાપ્ત થનાર રકમ સાથે જોડાયેલી હોવાથી આ રકમ અતિ અનિશ્ચિત છે. એનાથી વિપરીત પિરામલે એફડીધારકોને વધુ રૂ. 150 કરોડ રોકડ સ્વરૂપે ચુકવવાની ઓફર કરી છે.

આ બાબત વહીવટદાર અને એમની સલાહકાર કંપની એસબીઆઈ કેપિટલ માર્કેટ્સે બંને બિડનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયામાં પણ સ્વીકારી છે. તેમણે બિડનું મૂલ્યાંકન કરવાના માપદંડના રેટિંગમાં એફડીધારકોને પિરામલની ઓફરનું મૂલ્ય રૂ. 150 કરોડ ગણ્યું છે અને ઓકટ્રી કેપિટલની ઓફરનું મૂલ્ય નિલ (શૂન્ય) ગણ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.